નવી દિલ્હીઃ કહેવાય છે કે જ્યારે કોઈનું નસીબ ચમકવાનું હોય તો માત્ર બહાનાની જરૂર હોય છે. આવું જ કંઈક ચીનના ચાંગપેંગ ઝાઓ (Changpeng Zhao) ઉર્ફે સીઝેડ સાથે થયું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, CZ સંપત્તિના મામલે વિશ્વના પસંદ કરાયેલા લોકોમાં સામેલ થઈ ગયા છે. એટલું જ નહીં તે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

96.9 અબજ ડોલરની સંપત્તિ
કદાચ તમે વિચારતા હશો કે ચાંગપેંગ ઝાઓ શું કરે છે? તો ચાલો તમને જણાવીએ કે તે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ (Cryptocurrency Exchange) બાયનેન્સના સ્થાપક છે. આ કારણે તેમની સંપત્તિ વધીને 96.9 અબજ ડોલર થઈ ગઈ છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 11 માં અને એશિયામાં પ્રથમ સ્થાને છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે અલી બાબાના જેક માને પણ પાછળ છોડી દીધો છે.


કેવી રીતે કરી શરૂઆત
રિપોર્ટ અનુસાર, ચાંગપેંગ ઝાઓ (Changpeng Zhao) એ 2017 માં મેકડોનાલ્ડ (mcdonald's) ની નોકરી છોડીને કંપની શરૂ કરી હતી. તેનું નામ Binance રાખ્યું. આ કંપની ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) એક્સચેન્જ તરીકે કામ કરતી હતી. શરૂઆતમાં કંપનીની સામે તમામ પ્રકારની સમસ્યાઓ પણ આવી. ખરાબ સમયમાં તેણે પોતાનું ઘર વેચવું પડ્યું.


ઝાઓએ મેકગિલ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો અને ટોક્યો સ્ટોક એક્સચેન્જ અને બ્લૂમબર્ગ માટે ટ્રેડિંગ સોફ્ટવેર પર કામ કર્યું. ઝાઓએ 2013 માં પોકરની રમત દરમિયાન બિટકોઈન વિશે જાણ્યું, ત્યારબાદ તેણે તેનો સમય તેના માટે ફાળવવાનું શરૂ કર્યું અને ક્રિપ્ટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે સમયે લીધેલા તેના નિર્ણયે તેને આજે આ મુકામ પર પહોંચાડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube