Second Hand CNG Cars: જો તમે કોઇ જૂની સીએનજી કાર ખરીદવા માંગો છો તો આજે અમે તમારા માટે બે લાખ રૂપિયાથી ઓછી કિંમતની કેટલીક કારની જાણકારી લઇને આવ્યા છીએ. જોકે આ કારો વ ઇશે અમે તમને જણાવવાના છીએ, આ જૂની કાર છે એટલા માટે ઓછા ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કારોને અમે 9 જૂન 2022 મારૂતિ સુઝુકી ટ્રૂ વેલ્યૂની વેબસાઇટ પર જોઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Alto LXI (2012 મોડલ) કાર માટે 1.99 લાખ માંગવામાં આવ્યા છે. આ કાર હૈદ્રાબાદમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. અત્યાર સુધી 99358 કિલોમીટર ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે અને સીએનજી કીટ લાગેલી છે. કાર હજુ ફર્સ્ટ ઓનર છે. 


Maruti Alto K10 VXI (2015 મોડલ) કાર માટે બે લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. આ કાર Khargar માં વેચાણ માટે ઉપલબ્ધ છે. કાર 82160 કિલોમીટર ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે અને સીએનજી કીટ પણ લાગેલી છે. પરંતુ કાર થર્ડ ઓનર છે. એટલા માટે ખરીદવી કદાચ વધુ સારો સોદો નહી રહે. 


Maruti Alto K10 LXI  (2014 મોડલ) કાર માટે બે લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. આ કાર ફરીદાબાદમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કાર 200862 કિલોમીટર ચાલી ચૂકી છે. કારમાં પેટ્રોલ એન્જીન છે. આ સાથે જ સીએનજી કિટ પણ લાગેલી છે. આ ફર્સ્ટ ઓનર કાર છે. 


Maruti Alto 800 LXI (2013 મોડલ) કાર માટે બે લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. આ કાર ઉત્તર પ્રદેશના આગરામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કાર ફક્ત 57649 કિલોમીટર ચાલી છે. કારમાં પેટ્રોલ એન્જીન સાથે-સાથે સીએનજી કિટ પણ લાગેલી છે. આ પણ ફર્સ્ટ ઓનર કાર છે.


(નોંધ- અમે કોઇને પણ જૂની કાર ખરીદવાની સલાહ આપતા નથી. આ આર્ટિકલ ફક્ત જાણકારી માટે છે.)