વેલકમ 2019: આ રહ્યા સસ્તા ટૂર & ડેસ્ટિનેશન, જાણો ક્યારે બુકિંગ કરાવવાથી થશે કેટલો ફાયદો
2018નું વર્ષ પુરૂ થવાના આરે છે અને નવા વર્ષને વેલકમ કરવા માટે થોડાક દિવસો બાકી રહ્યા છે. એવામાં દેશના લાખો ટૂરિસ્ટ દેશ-વિદેશની યાત્રા કરે છે પરંતુ અમે તમને જણાવીશું કે ક્યાં સસ્તા ટૂ અને ડેસ્ટિનેશન છે. ક્યારે બુકિંગ કરવવાથી કેટલો ફાયદો થશે. હરવું-ફરવું કોને પસંદ ન હોય.
કેતન જોશી, અમદાવાદ : 2018નું વર્ષ પુરૂ થવાના આરે છે અને નવા વર્ષને વેલકમ કરવા માટે થોડાક દિવસો બાકી રહ્યા છે. એવામાં દેશના લાખો ટૂરિસ્ટ દેશ-વિદેશની યાત્રા કરે છે પરંતુ અમે તમને જણાવીશું કે ક્યાં સસ્તા ટૂ અને ડેસ્ટિનેશન છે. ક્યારે બુકિંગ કરવવાથી કેટલો ફાયદો થશે. હરવું-ફરવું કોને પસંદ ન હોય. એવામાં જો વર્ષ પુરૂ થવાનું હોય અને નવા વર્ષને વેલકમ કરવાનું હોય તો ઉજવણી તો બને છે. પરંતુ આજકાલ સસ્તા પેકેજની ખૂબ ડિમાંડ છે અને લોકો ચાર-પાંચ દિવસની રજા લઇને નવા વર્ષને યાદગાર બનાવવા માંગે છે તો તેમના માટે આ પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે.
નોકરી ન મળી તો 1200 રૂપિયાથી શરૂ કર્યો ધંધો, આજે છે 37000 કરોડની કંપનીની માલિક
વિદેશી ટૂર (અમદાવાદ, મુંબઇ અને દિલ્હી સહિત મોટાના શહેરોના પેકેજ)
દુબઇ ચાર રાત્રિ 5 દિવસ: 40 હજાર પ્રતિ વ્યક્તિ, બ્રેકફાસ્ટ, ડિનર હોટલ અને સાઇટ સીન
દોહા 4 રાત્રિ 5 દિવસ: 30 હજાર પ્રતિ વ્યક્તિ, બ્રેકફાસ્ટ, ડિનર અકોમોડેશન ફ્રી વિઝા અને સાઇટ સીન
બેંકોક 4 રાત્રિ 5 દિવસ: 35 હજાર પ્રતિ વ્યક્તિ, બ્રેકફાસ્ટ, ડિનર અકોમોડેશન અને એર ટિકિટ
ફૂકેટ 4 રાત્રિ 5 દિવસ: 45 હજાર પ્રતિ વ્યક્તિ, બ્રેક ફાસ્ટ ડિનર સાઇટ સીન, એર ટિકિટ સામેલ
ખેડૂતે માત્ર 3000ના ખર્ચે તૈયાર કર્યું અનોખુ મશીન, ઉભા પાકને નષ્ટ કરતાં જીવાતની હવે ખેર નહી!
આ તો વાત થઇ વિદેશની પરંતુ જો કોઇ પોતાના દેશમાં જ ફરવા માંગતું હોય તો તેના માટે પણ ઘણી બધી ઓફર્સ ઉપલબ્ધ છે જેમ કે...
ગોવા માટે અમદાવાદથી અને દેશના મોટા શહેરોથી પ્રતિ વ્યક્તિ 15000, જેમાં 3 રાત્રિ, 4 દિવસ, બ્રેકફાસ્ટ ડિનર અને હોટલ, એર ટિકિટ સામેલ છે.
અમદાવાદથી દીવ માટે પ્રતિ વ્યક્તિ 20 હજાર રૂપિયા જેમાં 3 રાત્રિ 4 દિવસ અને હોટલ, બ્રેકફાસ્ટ ડિનર સાઇટ્સ સામેલ
જો તમે ગુજરાતમાં ફરવા માંગતા હોવ તો અમદાવાદથી ગિર સાસણ જવા માંગો છો તો 1 વ્યક્તિ માટે બે રાત્રિ 3 દિવસ પ્રતિ વ્યક્તિ 15 હજાર આ ઉપરાંત હોટલ બુકિંગ બ્રેકફાસ્ટ અને ડિનર
જો તમે કચ્છનો રણોત્સવ જોવા માંગો છો તો પ્રતિ વ્યક્તિ 28 હજાર જેમાં એક રાત્રિ 2 દિવસ સામેલ અને આ ભૂજથી ભૂજ રેલવે સ્ટેશનની ટૂર રહેશે.
આ ઉપરાંત જો તમે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માંગો છો તો પ્રતિ વ્યક્તિ તમારે 6400 ચૂકવવા પડશે જેમાં 2 રાત્રિ 3 દિવસ સામેલ છે પરંતુ તમારે સીધા સ્પોટ પર પહોંચવું પડશે અને જીએસટી 18% એકસ્ટ્રા આ ઉપરાંત રહેવાનું અને જમવાનું સામેલ છે.
10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ
અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું કે દેશ અને વિદેશની ઘણી બધી ટૂર ઓફર છે. નવા વર્ષને વેલકમ કરવા માટે તેમાં દુબઇ, દોહા, બેંગકોક, ગોવા, સાસણ ગિર, દિવનો સમાવેશ થાય છે. ટૂરને થોડી સસ્તી કરવા માટે તમારે થોડા મહિનાઓ પહેલાં બુકિંગ કરાવી લેવું જોઇએ તો વધુ ફાયદો થઇ શકે છે. ટ્રાવેલ એજેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે આ વર્ષે ઇયર એન્ડ ટૂર પેકેજ લેનાર ટૂરિસ્ટમાં 15 ટકાનો વધારો થયો છે.