Company Gifted Mercedes Benz Car: ચેન્નાઈ સ્થિત એક કંપનીએ પોતાના કર્મચારીઓને ગિફ્ટમાં 28 કાર અને 29 બાઈક આપ્યા છે. કંપનીએ આ ગીફ્ટ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને તેમને વધુ સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ભેટો આપી છે. સ્ટ્રક્ચરસ સ્ટીલ ડિઝાઈન અને ડિટેલિંગ કંપની, ટીમ ડિટેલિંગ સોલ્યુશંસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ભેટ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને તેમના શાનદાર પ્રદર્શન માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે. કર્મચારીઓને તેમની સખ્ત મહેનત અને સમર્પણની પ્રશંસા કરવા હુન્ડાઈ, ટાટા, મારૂતિ સુઝૂકી અને મર્સિડિઝ બેંજ જેવી ઘણી નવી કારો ભેટ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારી અમારી સૌથી મોટી સંપત્તિ: કંપની
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીધર કન્નનએ જણાવ્યું હતું કે, અમે કંપનીની સફળતામાં અમારા કર્મચારીઓના અર્થાંક પ્રયાસો માટે પોતાની પ્રશંસા દેખાડવા માંગીએ છીએ. અમારું માનવું છે કે અમારા કર્મચારી અમારી સૌથી મોટી સંપત્તિ છે. તેમણે કહ્યું કે કંપનીએ કર્મચારીઓના યોગદાનને તેમની કામગીરી, સેવાના વર્ષોને આધારે આક્યું છે. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણ દર્શાવ્યું છે અને તેમની સિદ્ધિઓને ઓળખવામાં અમને ગર્વ છે.


કંપનીમાં કુલ 180 કર્મચારીઓ
એક પત્રકાર પરિષદને સંબોધતા કન્નને જણાવ્યું હતું કે કંપનીમાં લગભગ 180 કર્મચારીઓ છે જે સાધારણ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અત્યંત કુશળ છે. તેમણે કહ્યું, “અમે એવા ઉમેદવારોને પસંદ કરીએ છીએ જેઓ કામ પ્રત્યે ખૂબ જ પ્રેરિત હોય છે અને તેમના માટે કાર કે બાઇક ખરીદવી એ એક સ્વપ્ન સમાન છે.


લગ્નમાં 1 લાખ રૂપિયાનું બોનસ
તેમણે વધુમાં કહ્યું કે 2022માં અમે અમારા બે વરિષ્ઠ સાથીદારોને કાર ગિફ્ટ કરી હતી. અમે આજે 28 કાર ગિફ્ટ કરી છે. તેમાંથી કેટલીક મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડીઝ બેન્ઝ છે. એક પ્રશ્નના જવાબમાં કન્નને કહ્યું કે કંપની નિશ્ચિત રકમ સાથે કાર અથવા બાઇક આપશે. તેમણે કહ્યું કે જો કર્મચારીને કંપની દ્વારા પસંદ કરાયેલા વાહન કરતાં વધુ સારા વાહનની જરૂર હોય તો તેમણે બાકીની રકમ ચૂકવવી પડશે.


કાર ગિફ્ટ કરવા ઉપરાંત કંપની કર્મચારીઓને લગ્ન સહાય તરીકે પૈસા પણ આપી રહી છે. જો કોઈ સહકર્મીના લગ્ન થઈ રહ્યા હોય તો અમે તેમને લગ્ન સહાય તરીકે 50,000 રૂપિયા આપતા હતા. હવે અમે તેમને આ વર્ષથી વધારીને 1 લાખ રૂપિયા કરી દીધા છે.