Finance Ministry Rule for Cheque Bounce: ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. ઉદ્યોગ સંગઠન પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણા મંત્રાલયને અપીલ કરી હતી કે ચેક બાઉન્સના કેસોમાં બેંકમાંથી પૈસા કાઢવા પર થોડા દિવસ સુધી અનિવાર્ય રોક જેવા પગલાં લેવામાં આવે, જેનાથી ચેક આપનારા લોકોને જવાબદાર ગણાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેક બાઉન્સ થતા બીજા એકાઉન્ટમાંથી પૈસા કપાશે!
નાણા મંત્રાલય તરફથી જો નવા નિયમ લાગૂ થયા તો ચેક ઈશ્યૂ કરનારના અન્ય એકાઉન્ટમાંથી પૈસા કપાશે. આ સાથે જ નવું એકાઉન્ટ ખોલવા ઉપર પણ રોક લાગી શકે છે. આ પ્રકારના અનેક પગલાં પર નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધતા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં આ પ્રકારના અનેક સૂચનો મળ્યા છે. 


સરકાર આ કારણે છે ચિંતાતૂર
વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે. આથી કેટલાક એવા સૂચનો મળ્યા છે, જેમાં કેટલાક પગલાં કાનૂની પ્રક્રિયા પહેલા ઉઠાવવા પડશે. જેમ કે જો ચેક ઈશ્યૂ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ન હોય તો તેના અન્ય એકાઉન્ટમાંથી રકમ કાપી લેવી.


દેશ-વિદેશમાં આ ફળની છે જબરદસ્ત ડિમાન્ડ, તેની ખેતી કરવાથી થશે અઢળક કમાણી 


ક્રેડિટ સ્કોર ઉપર પણ અસર?
સૂત્રોએ જણાવ્યું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસોને કરજ ચૂકવણી તરીકે લેવું અને તેની જાણકારી ઋણ સૂચના કંપનીઓને આપવું એ સામેલ છે. ત્યારબાદ ચેક ઈશ્યૂ કરનારાનો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સૂચનોને સ્વીકારતા પહેલા કાનૂની સલાહ લેવામાં આવશે. 


નવા નિયમથી થશે ફાયદો
નાણા મંત્રાલયને મળેલા આ સૂચનો જો અમલમાં આવશે તો ચેક ઈશ્યૂ કરનારે ચેકની રકમની ચૂકવણી કરવા માટે મજબૂર થવું પડશે. આ સાથે જ કેસને કોર્ટ સુધી લઈ જવાની જરૂર પડશે નહીં. તેનાથી કારોબારી સુગમતા વધશે અને ખાતામાં પૂરતા પૈસા ન હોવા છતાં ચેક ઈશ્યૂ કરવાના ચલણ ઉપર પણ રોક લાગશે. 


કોઈ પણ ગેરંટી વગર સરકાર આપશે 10 કરોડ રૂપિયા સુધીની લોન...જાણો વિગતો


આ Video પણ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube