બેઇજિંગઃ ચીની રાષ્ટ્રીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન બ્યુરોએ કહ્યું કે, આ વર્ષે ઓગસ્ટના અંત સુધી ચીનનો વિદેશી મુદ્રા ભંડાર (China foreign exchange reserves) 31.072 ખરબ (3107.20 અબજ) અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ મહિનાની તુલનામાં 3.5 અબજ અમેરિકન ડોલરની વૃદ્ધી છે અને આ વર્ષની શરૂઆતની તુલનામાં 34.5 અબજ અમેરિકન ડોલર વધુ રહ્યો છે. વાત જો ભારતની કરવામાં આવે તો 23 ઓગસ્ટ 2019ના ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 429.0508 બિલિયન અમેરિકી ડોલર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની રાષ્ટ્રીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન બ્યુરોના પ્રવક્તા વાંગ છવનયિંગે કહ્યું કે, ઓગસ્ટમાં ચીનનું વિદેશી વિનિયમ બજાર વ્યવસ્થિત રહ્યું છે અને વિદેશી મુદ્રાનો પુરવઠો તથા માગના પાયામાં સંતુલન બનેલુ છે. વૈશ્વિક આર્થિક વિકાસ, વ્યાપારી પરિસ્થિતિ અને ભૂ-રાજનીતિ જેવા અનેક તત્વોથી પ્રભાવિત થઈને મુખ્ય દેશોના બોન્ડની કિંમતોમાં વધારો થયો છે. 


વાંગે કહ્યું કે, ચીનમાં આર્થિક માપદંડ વિશાળ છે. ચીનમાં વિકાસની પ્રવૃત્તિમાં કોઈ ફેરફાર થયો નથી. આ બધાએ વિદેશી મુદ્રાના ભંડારના માપદંડમાં સ્થિરતા જાળવી રાખવા માટે મજબૂત આધાર તૈયાર કર્યો છે.