કેતન જોશી, અમદાવાદ: ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની કેટલાક વર્ષ પછી ગુજરાતના ધોલેરામાં હશે અને તે પણ ચીન દ્વારા. ચીનની Tsingshan Industries Ltd એ 21 હજાર કરોડના ખર્ચથી ધોલેરામાં પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે. આગામી મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્લાન્ટનું ભૂમિ પૂજન પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Vibrant Summit 2019: કુલ 29 હજારથી વધારે MoU થયા, MSME સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણની આશા


વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચીનની જાયન્ટ સ્ટીલ ઉત્પાદક કંપની Tsingshan Industries Ltd એ ગુજરાતના ઇસ્કોન ગ્રુપ સાથે મળીને ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ નાખવાનો કરાર કર્યો છે. આગામી મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ધોલેરામાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનું ભૂમિ પૂજન કરવા આવશે ત્યારે આ સૂચિત પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કરશે. કંપની 21 હજાર કરોડનો ખર્ચ કરશે. ત્રણ વર્ષમાં ત્યાં ઉત્પાદન શરૂ કરવામાં આવશે તેવો ગુજરાત સરકારની કંપની ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડિવેલપ્મન્ટ લિમિટેડે વિશ્વાસ દેખોડ્યો છે.


[[{"fid":"200076","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: Vibrant Summit 2019: મોદીના નિર્ણયની દેખાશે અસર, મળશે 21 લાખ રોજગારની તક


ધોલેરામાં કુલ 500 એકરમાં બનતા આ પ્લાન્ટમાં દર મહિને 4 લાખ મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. આ સંપૂર્ણ સ્ટીલ કોમ્પલેક્સ હશે અને ત્યાં સ્ટીલમાંથી બનતી દરેક વસ્તુઓ બનાવવામાં આવશે. ધોલેરાથી પોર્ટ 13 કિલોમીટર દુર આવેલો છે. જેના કારણમે ભવિષ્યમાં સ્ટીલના નિકાસ માટે આ યોગ્ય જગ્યા છે. ધોલેરાને અમદાવાદથી 6 લેન રોડ સાથે જોડવામાં આવશે. ત્યાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પણ બનાવવામાં આવી રહ્યું છે.


વધુમાં વાંચો: 2018માં દરરોજ 2,200 કરોડ રૂપિયા વધી ભારતીય ધનવાનોની સંપત્તિ


[[{"fid":"200077","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ઉદ્યોગો માટે સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાથી પૂરૂ પાડવામાં આવશે. જેના કરાણે ચીનની કંપનીઓ સ્ટીલ પ્લાન્ટની સાથે લિથિયમ બેટરી પણ અહીંયા જ બનાવાશે અને તેની સાથે ભારતનું ઇસ્કોન ગ્રુપ પણ જોડાયેલું છે. જ્યારે આ ગ્રુપને એમ પૂછવામાં આવ્યું કે ચીનની મોટી કંપનીઓ ઘણી વખત બીજા દેશોમાં જાસૂસી પણ કરે છે. ત્યારે ગ્રુપે કહ્યું કે, ચીનની આ કંપની માત્ર વ્યવસાય નહીં વિશ્વાસ કરે છે.


વધુમાં વાંચો: પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો યથાવત, આજે આટલું મોંઘું થયું, જાણો કિંમત


ચીનની આ એકમાત્ર કંપની નથી પરંતુ બીજી કંપની CRCC Nanjing Puzhen પણ લગભગ 400 કરોડનો ખર્ચ કરી રહી છે અને તેઓ ધોલેરામાં મેટ્રો ટ્રેનના કોચનું નિર્માણ કરશે. તેનો અર્થ એ છે કે આગામી પાંચ વર્ષમાં ધોલેરા પણ ગુજરાત ગ્રોથનું એન્જીન બની જશે.


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...