નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે માર્ચથી આખા દેશમાં બંધ પડેલા સિનેમાહોલ ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે ઓગસ્ટથી સિનેમાઘરોને ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂચના અને પ્રસારણ મંત્રાલય સચિવ અમિત ખરેએ સીઆઇઆઇ મીડિયા કમિટી સાથે વાતચીતમાં કહ્યું છે કે તેમણે ગૃહ મંત્રાલયને આગ્રહ કર્યો છે કે ઓગસ્ટની શરૂઆત અથવા અંતિમ અઠવાડિયા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવે. આ મામલે અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય તરફથી લેવામાં આવશે. મંત્રાલયે જે પ્રસ્તાવ મોકલ્યો છે, તેના અનુસાર એક સીટ છોડીને બેસનુ અને આગળની હરોળને ખાલી રાખવાનો વિકલ્પ સામેલ છે. 

ઘરેલૂ હવાઇ યાત્રા માટે ખુશખબરી, ઉડ્ડયન મંત્રાલયે કરી આ મોટી જાહેરાત


ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઇ રહી છે ફિલ્મો
ચાર મહીનાથી બંધના લીધે એક પણ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઇ શકી નથી. ઘણા મોટા બેનર પોતાની ફિલ્મોને ઓટીટી બેનર પર રિલીઝ કરી રહ્યા છે. તેનાથી સિનેમાઘરોના માલિકોને ખૂબ નુકસાન થઇ રહ્યું છે. હાલ તો સિનેમાઘરો માલિકોને ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થવાનો વિરોધ પણ કર્યો હતો. કોરોનાના લીધે કોઇ સમાધાન નથી. 

31 જુલાઈ સુધી પૂરા કરી લો આ જરૂરી કામ, બચી શકે છે તમારા હજારો રૂપિયા


સરકારે અનલોક-1માં કહી હતી આ વાત
પીવીઆર પિક્ચર્સના સીઇઓ કમલ જ્ઞાનચંદાણીએ કહ્યું '' તમે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક 1ની ગાઇડલાઇન્સને જોશો તો તેમાં લખ્યું છે કે અનલોક-3માં સિનેમાઘર ખુલી જશે જેને ઓગસ્ટમાં હોવાની સંભાવના છે. એટલા માટે અમને વિશ્વાસ છે અને આશા લગાવીને બેઠ્યા છીએ.


આઇનોક્સના સીઇઓ આલોક ટંડને કહ્યું કે 'અમે વિભિન્ન મંત્રાલયો અને અધિકારીઓને પહેલાં જ એસઓપી આપી દીધું છે. અમે તેમના જવાબની રાહ જોઇ રહ્યા છીએ. અમારી એસઓપી વૈશ્વિક માપદંડોના અનુરૂપ છે. આ એસઓપી લાગૂ કરતી વખતે અમે તમામ ગ્રાહકોની સુરક્ષા સુનિશ્વિત કરીશું. અમે તેમનો વિશ્વાસ જીતવા માટે સાફ સ્વચ્છ વાતાવરણ બનાવવા માટે કામ કર્યું છે. 

4+128GB વાળો Oppo F15 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


ટંડને કહ્યું કે થિયેટર શૃંખલાએ એસએમએસ વ્યવસ્થા બનાવી છે જેથી ગ્રાહકો પ્રવેશ પર ક્યૂઆર કોડ સ્કેન કરી શકશો. પોતાની સીટ જોઇ શકશો અને મેનૂ જોઇને ભોજન મંગાવી શકશો. તેમણે કહ્યું કે ''અમે એવું અલ્ગોરિધમ બનાવું છે જે જેમાં બે અલગ બુકિંગ થતાં સ્વત: સીટો વચ્ચે દૂર હશે. અમે સેનિટાઇઝર મશીનો લગાવી છે અને દિવસમાં ઘણીવાર સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા કરી છે. 


સિનેપોલિસના સીઇઓ દેવાંગ સંપત્તએ કહ્યું કે કર્મચારીઓ પર નિભરતા સીમિત હશે જેથી બિનજરૂરી અડતાં બચી શકાશે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં કાગળ રહિત ટિકીટ આપવામાં આવી રહી છે અને માનવોના બદલે ટેક્નોલોજી અને સોફ્ટવેરથી કામ લેવામાં આવી રહ્યું છે.'


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube