Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવ
Gold rate : બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ માટે વાંચો અહેવાલ....
Gold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ માટે વાંચો અહેવાલ....
સોનાનો ક્લોઝિંગ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે જ્યારે ઓપનિંગ રેટ્સ જાહેર થયા ત્યારે 119 રૂપિયાના વધારા સાથે 73596 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા પરંતુ સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ્સ જાહેર કરવામાં આવ્યા ત્યારે સોનાનો ભાવ 192 રૂપિયા તૂટીને 73404 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ એ જ રીતે 176 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં તોતિંગ વધારો થયો છે. જેને પરિણામે સોનામાં ખરીદી પણ ઘટી ગઈ છે. લોકો લગ્નની સિઝનમાં પણ સોનું ખરીદવા માગતા નથી.
ચાંદીનો ક્લોઝિંગ રેટ
એ જ રીતે ચાંદીનો ભાવ જોઈએ તો ચાંદીમાં પણ આજે ઓપનિંગ રેટમાં 214 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 83113 રૂપિયા પર પહોંચ્યો હતો. ચાંદીમાં તો ક્લોઝિંગ રેટ્સમાં પણ કડાકો જોવા મળ્યો અને 260 રૂપિયા પ્રતિ કિલો ભાવ ઘટીને 82853 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળ્યો.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube