નવી દિલ્હી: CNG PNG Price Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ આદમીને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હી એનસીઆર (Delhi-NCR) માં 13 દિવસની અંદર બીજીવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં સીએનજી (CNG) 47.48 રૂપિયા પ્રતિ કિલોગ્રામના બદલે હવે 49.76 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળશે. નવા ભાવ અનુસાર દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં 35.11 પ્રતિ SCM ના દરથી ગેસ ઉપલબ્ધ થશે. 

Bank Holidays: આજથી આગામી 13 દિવસ બેંક રહેશે બંધ, ઘરથી નિકળતાં પહેલાં ચેક કરી લો યાદી


આ પહેલાં એક ઓક્ટોબરના રોજ સીએનજી 2.28 રૂપિયા પ્રતિ કિલો અને PNG 2.10/scm મોંઘો થયો હતો. સીએનજી અને પીએનજીનો ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગૂ થઇ ગયો છે. રાહતની વાત એ છે કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો થયો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube