નવી દિલ્હી: દિલ્હી અને આસપાસના શહેરોમાં સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે સવારે 6 વાગે આ નિર્ણય લાગૂ થઇ જશે. સીએનજીનું છૂટક વેચાણ કરનારા કંપનીએ આ જાહેરાત કરી છે. આ વધારો ગેસ સ્ટેશનોને કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં સુરક્ષિત બનાવવાના વધારાના ખર્ચને લઇને કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો ઝટકો: આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો 


વાહનો માટે સીએનજી અને રસોઇ ગેસ પાઇપ વડે પીએનજીની આપૂર્તિ કરનાર કંપની ઇંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સોમવારે ટ્વિટના માધ્યમથી જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં સીએનજીની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારીને 43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. વધેલા દર 2 જૂનના રોજ સવારે છ વાગ્યાથી લાગૂ થશે.

કોરોના વાયરસને કારણે હવે 1 જુનથી આ રાજ્યમાં વધશે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ

જોકે પીએનજીની કિંમતોમાં કોઇ ફેરફાર થશે નહી. કંપનીએ ગત વખતે ત્રણ એપ્રિલના રોજ સીએનજી અને પીએનજીની કિંમતોમાં ફેરફાર કર્યો હતો. ત્યારે સીએનજીની કિંમતમાં 3.2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજી ગેસના દરમાં 1.55 રૂપિયા પ્રતિ યૂનિટનો ઘટાડો કર્યો હતો. 


કંપનીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં સીએનજી છૂટક મૂલ્યને 47.75 રૂપિયા પ્રતિ કિલોથી વધારીને 48.75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી રહ્યો છે. હરિયાણાના કરનાલ જિલ્લામાં સીએનજીના દર 50.85 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને રેવાડીમાં 55.1 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube