CNG Price Hike: દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોના 'અચ્છે દિન'ના સપના હાલ ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો ચારેબાજુ માર જોવા મળી રહ્યો છે. જ્યાં થોડા દિવસ પહેલા જ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં CNGની વધેલી કિંમતો 21 મેથી લાગુ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલો સીએનજી માટેગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.


દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ CNGની કિંમતમાં 2 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ પછી આ શહેરોમાં પ્રતિ કિલો સીએનજીની કિંમત હવે 78.17 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો સીએનજી માટે 83.94 રૂપિયા ચૂકવવા પડશે.


અન્ય રાજ્યોમાં ભાવ વધારો
દિલ્હી સિવાય રેવાડીમાં સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ હવે 86.07 રૂપિયા, કાનપુરમાં 87.40 રૂપિયા, અજમેરમાં 85.88 રૂપિયા, કરનાલમાં 84.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 82.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે.


હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વાહન ચલાવવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ચૂક્યું છે. સાથે જ CNG પણ પેટ્રોલના પગલે ચાલતી જોવા મળે છે. સીએનજી ગેસના ભાવ વધારાના કારણે સીએનજી પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સાના નાણાંમાં વધારો થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube