નવી દિલ્હી: CNG Price Hike: સામાન્ય લોકો ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થયા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દિલ્હી NCR માં CNG ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં CNG ની કિંમતમાં 2.28 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં 2.56 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસમાં સીએનજીના ભાવમાં ત્રીજી વખત વધારો થયો છે. આ વધેલા ભાવ બાદ દિલ્હી NCR ના લોકોના ખિસ્સા પર અસર થઈ છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ટ્વીટ કરીને CNGના ભાવમાં વધારાની માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી-NCR માં શું છે CNG ની નવી કિંમત?
દિલ્હી-NCR માં હવે વધેલી કિંમતો અનુસાર CNG મળશે. દિલ્હી-એનસીઆરમાં આ વધારા પછી સીએનજીનો દર 52.04 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જ્યારે નોઈડા, ગ્રેહર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 58.58 રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. અગાઉ દિલ્હીમાં CNG ની કિંમત 49.76 રૂપિયા હતી, જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં તે 56.02 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો હતો. હવે આ વધારા બાદ હવે તમારે CNG માટે 52.04 રૂપિયા પ્રતિ કિલો ચુકવવા પડશે.


Jio નો આ પ્લાન ખરીદનારને ચાંદી જ ચાંદી, 168 GB ડેટા સાથે કંપની ફ્રીમાં આપશે આ ઓફર


45 દિવસમાં ત્રણ વખત વધશે કિંમત
તમને જણાવી દઇએ કે, 1 ઓક્ટોબર પછી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ ત્રીજી વખત CNG ની કિંમતોમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે અગાઉ ગયા મહિને 1 અને 13 ઓક્ટોબરના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 45 દિવસમાં CNG દિલ્હીમાં કુલ 6.84 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. એટલે કે કિંમતોમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીએ પણ જનતાને રડાવી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube