CNG Price Increased: મોંધવારીના માર વચ્ચે પીસાતી જનતાને ગુરુવારે ફરી એકવાર મોટો માર પડ્યો છે, મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે, ત્યારે સવારમાં ઉઠતાની સાથે જ મોટો આંચકો લાગ્યો છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં સતત બીજા દિવસે કમરતોડ ભાવ વધારો ઝીંકાયો છે. આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો થયો છે. એક અઠવાડિયામાં અત્યાર સુધીમાં CNG પર 9.60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ સીએનજીના ભાવમાં આગલા દિવસે પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ આજનો વધારો તાજેતરના સમયમાં સૌથી વધુ છે. ત્રણ રૂપિયાના વધારા બાદ આજે દિલ્હીમાં CNGની કિંમત 69.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 71.67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.


યુપીના મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી 76.34 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગુરુગ્રામમાં CNGની કિંમત આજે 77.44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે, રેવાડીમાં આજે CNG 79.57 રૂપિયામાં ઉપલબ્ધ છે.


માત્ર, કરનાલ અને કૈથલમાં આજથી સીએનજી 77.77 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યો છે. કાનપુર, હમીરપુર અને ફતેહપુરની વાત કરીએ તો અહીં 3 રૂપિયાના વધારા બાદ CNG નો ભાવ 80.90 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીનો ભાવ 79.38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube