નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા 14 દિવસમાં રવિવારે 12મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રવિવારે સીએનજીની કિંમતોમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સીએનજીની કિંમતમાં ત્રીજીવાર વધારો થયો છે. આ નવો ભાવ વધારો સોમવારે સવારે 6 કલાકથી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઝલ-પેટ્રોલની કિંમતમાં ફરી વધારો
તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ, બંને માટે 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બે સપ્તાહની અંદર આ 12મી વખત વધારો છે. આ વધારા સાથે અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 8.40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 103.81 રૂપિયાનું થઈ જશે, તો ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.


આ પણ વાંચોઃ પીએમ કિસાનના 2 હજાર રૂપિયા જલદી ખાતામાં થશે ટ્રાન્સફર, ફટાફટ કરાવી લો KYC અપડેટ  


સીએનજીની કિંમતમાં પણ વધારો
સીએનજીના ભાવમાં પણ 80 પૈસા પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીની નવી કિંમત 61.61 રૂપિયા પ્રતિ કિલો હશે. સીએનજીની કિંમતમાં એક સપ્તાહમાં ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સીએનજીમાં એક સપ્તાહમાં 2.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. 


આ નંબરો પર જાણી શકો છો નવી કિંમત
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ છે તેની જાણકારી તમે એસએમએસ દ્વારા મેળવી શકો છો. તે માટે ઈન્ડિયન ઓયલે ગ્રાહકોને RSP કોડ લખીને 9224992249 નંહર પર મોકલવો પડશે. કોડ તમને ઈન્ડિયન ઓયલની વેબસાઇટ પર મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube