નવી દિલ્હી: ગરમીનો પારો જેમ જેમ ઉપર જઈ રહ્યો છે તેમ તેમ વીજળી ઘરોમાં ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે તરત વ્યવસ્થા કરતા સરકારી વીજળી ઘરોમાં કોલસાના વધુમાં વધુ પ્રમાણમાં સપ્લાયના નિર્દેશ જારી કર્યા છે. કોલસા મંત્રાલયે કોલ ઈન્ડિયા લિમિટેડને નિર્દેશ આપ્યા છે કે રાજ્ય અને કેન્દ્રીય વીજળી ઉત્પાદન ઘરોમાં કોલસાના સપ્લાયમાં કોઈ પણ પ્રકારની કમી રહેવી જોઈએ નહીં. સરકારના આ આદેશથી પ્રાઈવેટ વીજળી ઘરો અસહજ મહેસૂસ કરી રહ્યાં છે. તેમને એવો અંદેશો છે કે તેમના માટે ક્યાંક કોલસાની અછત ન સર્જાય. એક અનુમાન મુજબ કોલ ઈન્ડિયા જેટલી જરૂરિયાત છે તે પ્રમાણે પણ કોલસાનું ઉત્પાદન કરી શકવામાં સમર્થ નથી. તેણે એનટીપીસીને ફાળવણી ક્ષમતાથી ઓછા પ્રમાણમાં કોલસો આપ્યો છે. પ્રાઈવેટ વીજળી ઘરોમાં આ આંકડો 55 ટકાની આસપાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડતા પર પાટુ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે 'આ' અત્યંત જરૂરી વસ્તુ થશે મોંઘી


એપ્રિલમાં જ વધી ગઈ હતી કોલસાની માગણી
કોલસા મંત્રાલયે કોલ ઈન્ડિયાના સીએમડીને 24મી મેના રોજ એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભીષણ ગરમીના કારણે વીજળીની માગ હજુ વધશે, આવા સંજોગોમાં વીજળી ઘરોમાં વધુ વીજ ઉત્પાદન માટે કોલસાની માગમાં પણ વધારો થશે. એપ્રિલમાં વીજળી ઉત્પાદન માગથી ઘણુ વધારે રહ્યું અને તેનાથી કોલસાની માગણી વધી છે. જેને ધ્યાનમાં રાખીને કોલસાના સપ્લાયને સતત જાળવી રાખવામાં આવે. વીજળી ઘરોને કોલસાના વધારાના સ્ટોરેજ માટે ગોદામની પણ વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.


રેકોર્ડ તોડ ગરમી પડશે, વીજ માગ વધશે
દિલ્હીનું તાપમાન 46 ડિગ્રીની આસપાસ રહે છે. હવામાન ખાતાએ અનુમાન કર્યુ છે કે ધોમધખતો તડકો રહેશે. આમ તો તાપમાનમાં આટલો વધારો જૂનમાં નોંધાય છે પંરતુ આ વખતે તો મે મહિનામાં જ રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. જેના કારણે વીજળી ઘરોમાં ઉત્પાદન વધારવા માટે વધારાના કોલસાની જરૂર પડશે. કોલ ઈન્ડિયા તરફથી કોલસાના સપ્લાયમાં પણ કેટલોક ઘટાડો નોંધાયો હતો. આથી મંત્રાલયે સમય રહેતા જ કોલસાની આપૂર્તિમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યાં છે.