આ છે દુનિયાની અનોખી Job, જ્યાં ડિગ્રી નહી `કોફી મગ` ડિસાઇડ કરે છે નોકરી મળશે કે નહી
દુનિયાભરમાં લોકો ગમે ત્યાં નોકરી માટે જાય છે, તેમને અલગ-અલગ પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જ્યાં ક્યારેક કેન્ડીડેટ્સને અલગ-અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે તો ક્યારેક તેમની વાત કરવાની અને માનસિક સ્તરનું લેવલ ચકાસવામાં આવે છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં લોકો ગમે ત્યાં નોકરી માટે જાય છે, તેમને અલગ-અલગ પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જ્યાં ક્યારેક કેન્ડીડેટ્સને અલગ-અલગ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે તો ક્યારેક તેમની વાત કરવાની અને માનસિક સ્તરનું લેવલ ચકાસવામાં આવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક કંપનીનો અલગ પ્રકારનો ટેસ્ટ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોઇપણ ઉમેદવારની નોકરી એક કપ કોફી પર ડિપેંડ કરે છે. જી હાં સાચું સાંભળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલમાં 'કોફી કપ ટેસ્ટ' ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ લોકો આ વિચિત્ર ટેસ્ટની વાત કરી રહ્યા છે.
ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે
જોકે ઝેરો ઓસ્ટ્રેલિયા નામની કંપનીના બોસ ટ્રેંટ ઇન્નેસએ નવી હાયરિંગ્સ માટે નવા કોન્સેપ્ટ મળે છે. જ્યાં કેંડિડેટ્સને ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની સાથે કિચન તરફ લઇ જાય છે, જ્યાં તે તેમને કોફી મગ આપે છે અને પછી વાત કરતાં કિચનથી બહાર નિકળી આવે છે. એવામાં ઇન્ટરવ્યૂ પુરો થતાં તે એ જોવા માંગે છે કે તેમને ખાલી મગ કિચનમાં મુક્યો કે નહી. જો કેંડિડેટ ખાલી મગને કિચનમાં મુકી દે છે તો તે ટેસ્ટ પાસ કરી લે છે અને જો તે મગને જ્યાં ઉભો અથવા ત્યાં જ મુકી દે છે તો તે ટેસ્ટમાં ફેલ ગણવામાં આવે છે.
અમેઝોન પર એક બ્રાંડ એવી, જેનું નામ છે 'ભેંસની આંખ', જાણો તેના પર શું મળે છે?
ટ્રેંટના અનુસાર એવામાં ખૂબ જ ઓછા લોકો હોય છે જે આ ટેસ્ટને પાસ કરે છે, કારણ કે મોટાભાગના લોકો મગને જ્યાં ઉભો અથવા ત્યાં રાખે છે. ટ્રેંટના અનુસાર આ ટેસ્ટ વ્યક્તિનો વ્યવહાર અને તેના રીતભાત જોવા માટે લેવામાં આવે છે. કારણ કે તમે કોઇ વ્યક્તિને નોકરી આપીને તેની સ્કિલમાં સુધારો કરી શકે છે, પરંતુ વ્યવહાર અને રીતભાતમાં નથી. તમને જણાવી દઇએ કે હાલમાં તમામ કંપનીઓ નોકરી આપતી વખતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસ નજર રાખે છે, જેથી તે તમારા વ્યવહાર અને રીતભાતને સમજી શકે. આજના સમયમાં એવી કંપનીઓ છે જે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને પારખીને નોકરી આપી રહ્યા છે.