નવી દિલ્હીઃ પેની સ્ટોક કન્ફર્ટ ઈન્ટેકના સ્ટોકે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. કમ્ફર્ટ ઇન્ટેકનો સ્ટોક 4 વર્ષમાં 23 પૈસાથી વધી 10 રૂપિયાને પાર પહોંચી ગયો છે. કંપનીના સ્ટોકે છેલ્લા 4 વર્ષમાં ઈન્વેસ્ટરોને 4300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કમ્ફર્ટ ઇન્ટેકનો શેર ગુરૂવારે આશરે 5 ટકાની તેજીની સાથે 10.21 રૂપિયા પર બંધ થયો છે. કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 12.28 રૂપિયા છે. કમ્ફર્ટ ઈન્ટેકનો શેરનો 52 સપ્તાહનો લો 2.34 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાના બનાવી દીધા 44 લાખ રૂપિયા
કમ્ફર્ટ ઇન્ટેકનો શેર 3 એપ્રિલ 2020ના 23 પૈસા પર હતો. કંપનીના શેર 14 માર્ચ 2024ના 10.21 રૂપિયા પર બંધ થયો છે. કંપનીના સ્ટોકમાં છેલ્લા ચાર વર્ષમાં 4340 ટકાની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 3 એપ્રિલ 2020ના કમ્ફર્ટ ઇન્ટેકના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આ ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં તેની વેલ્યૂ 44.39 લાખ રૂપિયા હોત. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 57.46 ટકા છે. જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 42.54 ટકા છે. 


આ પણ વાંચોઃ લક્ષદ્વીપમાં ટેન્ટ હાઉસ લગાવશે આ ગુજરાતી કંપની, ઓર્ડર મળતા શેરમાં આવી જોરદાર તેજી


1 વર્ષમાં કંપનીના શેરમાં2 77 ટકાની તેજી
કમ્ફર્ટ ઇન્ટેકના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 277 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 15 માર્ચ 2023ના 2.71 રૂપિયા પર હતા. કમ્ફર્ટ ઇન્ટેકના શેર 14 માર્ચ 2024ના 10.21 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 71 ટકાની તેજી આવી છે. આ સમયમાં કંપનીના શેર 5.98 રૂપિયાથી વધી 10.21 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કમ્ફર્ટ ઇન્ટેકના શેરમાં 1338 ટકાની શાનદાર તેજી આવી છે. 


શું કરે છે કંપની
કમ્ફર્ટ ઇન્ટેક તેલંગણામાં લિકરની મેન્યુફેક્ચરિંગ, બોટલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે તિલક નગર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને લાયન્સ ગેટ બ્રુવરીઝ પ્રાઇવેટ લિમિટેડના બોટલિંગ કોન્ટ્રાક્ટ કંપની પાસે છે. લિકર ઈન્ડસ્ટ્રીના બિઝનેસ સિવાય કંપની ગુડ્સનું ટ્રેડિંગ પણ કરે છે. સાથે કંપની શેરનું ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ કરે છે.