New Year 2022: નવા વર્ષે મોટી ભેટ! 100 રૂપિયા સસ્તો થયો LPG સિલિન્ડર
નવા વર્ષ પર ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે.
નવી દિલ્હીઃ નવા વર્ષ પર ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે.
રાત્રે બાઇક પાછળ કેમ દોડે છે કૂતરા? તેનાથી બચવા અપનાવો આ રીત
જણાવી દઈએ કે 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. ત્યારે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2077 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube