LPG Gas Latest Price: વધતી મોંઘવારી વચ્ચે નવેમ્બરની પહેલી તારીખે રાહતના સમાચાર આવ્યા છે. કોમર્શિયલ એલપીજીના બાટલાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. નવા ભાવ તત્કાળ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યા છે. બધુ મળીને જૂન મહિનાથી અત્યાર સુધીમાં 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો નવા ભાવ કેટલા હશે
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 19 કિલોના ઈન્ડેન એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે 1744 રૂપિયા છે. પહેલા તેનો ભાવ 1859.5 રૂપિયા હતો. કોલકાતામાં આ સિલિન્ડરનો ભાવ 1846 રૂપિયા થશે પહેલા તેનો  ભાવ 1995.50 રૂપિયા હતો. મુંબઈમાં નવો ભાવ 1696 રૂપિયા થયો જે પહેલા 1844 રૂપિયા હતો. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 1893 રૂપિયા થયો છે જે પહેલા 2009.50 રૂપિયા હતો. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube