હવે આ કંપનીએ કર્મચારીઓને દેખાડ્યું રેડ સિગ્નલ, 1200 થી વધુ એમ્પલોયની થશે છટણી
Snapchat: સ્નેપચેટની મૂળ કંપની Snap Inc માં હાલ લગભગ 6,400 કર્મચારીઓ કામ કરે છે. જેના 20 ટકા કર્મચારી એટલે કે 1,280 કર્મચારીઓની નોકરી જશે એવું માનવામાં આવી રહ્યું છે. કંપનીમાં છટણીની સૌથી મોટી અસર મિની અને ગેમ ટીમ પર પડવાની છે.
Snapchat: દુનિયા પર આર્થિક મંદીનો પડછાયો વધવાની ચર્ચા વચ્ચે મોટી કંપનીઓએ છટણીને ગેમ શરૂ કરી દીધી છે. અલીબાબા, વોલમાર્ટ સહિત અન્ય કંપનીઓ બાદ હવે વધુ એક કંપનીએ સ્નેપચેટે તેમના કર્મચારીઓને રેડ સિંગ્નલ દેખાડ્યું છે. કંપનીએ તેમના 20 ટકા સ્ટાફની છટણી કરવાની તૈયારી કરી દીધી છે.
બુધવારથી શરૂ થઇ ગયો સિલસિલો
'ધ વર્જ'ના રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા એપ સ્નેપચેટની મૂળ કંપની Snap Inc એ તેના 20 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી લીધી છે. એવું કહેવામાં આવ્યું હતું કે કંપની લાંબા સમયથી આ મોટી છટણીની યોજના બનાવી રહી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિનાના છેલ્લા દિવસ એટલે કે બુધવાર 31 ઓગસ્ટથી સ્નેપચેટમાં છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો:- Weight Loss Tips: શું વજન વધવાથી પરેશાન છો? દરરોજ માત્ર આટલું કરો પછી જુઓ બોડી
1280 કર્મચારીઓને કરવામાં આવશે છૂટા
નોંધનીય છે કે સ્નેપચેટની મૂળ કંપની Snap Inc માં હાલ લગભગ 6,400 કર્મચારીઓ કામ કરે છે. જેના 20 ટકા કર્મચારી એટલે કે 1,280 કર્મચારીઓની નોકરી જશે એવું માનવામાં આવી રહ્યું છે. મંગળવાર મોડી રાતે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્નેપચેટની અંદર મિની એપ અને ગેમ પર કામ કરતી ટીમ આ છટણીમાં ખરાબ રીતે પ્રભાવિત થશે.
આ પણ વાંચો:- Paytm ના CEO વિજય શેખર શર્માને મળ્યો બમ્પર પગાર? અબજો રૂપિયાના નુકસાનમાં કંપની
મોટા અધિકારીઓએ આપ્યું રાજીનામું
દરમિયાન, એવા પણ સમાચાર છે કે, કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર જેરેમી ગોર્મને રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે નેટફ્લિક્સને તેમની સેવાઓ આપવા જઈ રહ્યા છે. આ સિવાય યુએસ-વાઈસ પ્રેસિડેન્ટ પીટર નાયલરે પણ પોતાનું પદ છોડીને કંપનીને અલવિદા કહી દીધું છે. સ્ટ્રીમિંગ એપ નેટફ્લિક્સ સાથે જોડાવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો:- ભારતની અર્થવ્યવસ્થાએ પકડી ગતી, 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકા જીડીપી
કંપનીને મોટું નુકસાન
તમને જણાવી દઈએ કે, ગત મહિને જાહેર કરાયેલા પરિણામો અનુસાર કંપનીને છેલ્લા ક્વાર્ટરમાં લગભગ 10 અબજ ડોલરનું નુકસાન થયું હતું. તેનો સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો છે. ખોટની વાત કરીએ તો, ગત નાણાકીય વર્ષમાં 152 મિલિયન ડોલરની સરખામણીમાં તેને 422 મિલિયનની ચોખ્ખી ખોટ છે. આના કારણે સ્નેપચેટે પહેલાથી જ હાયરિંગને ધીમી કરવાની જાહેરાત કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube