દેશમાં હાલ નોકરી (Jobs)ના આંકડાને લઇને ચર્ચા તેજ છે. કેટલાક લોકોનું કહેવું છે કે નોકરીની તકો ઘટી છે, જ્યારે સરકાર કહી રહી છે કે હવે મોટી સંખ્યામાં લોકો પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. તે સત્ય છે કે જો કેટલાક લોકો પોતાનો સ્ટાર્ટઅપ (Start-up) શરૂ નહી કરો તો બીજાને નોકરી કેવી રીતે મળશે. એટલા માટે કેટલાક સાહસી લોકોએ બિઝનેસનો માર્ગ અપનાવ્યો. પરંતુ તે પહેલાં એ સમજવું પડશે કે કે શું તમારામાં બિઝનેસમેન બનવાની સંભવના છે અને કયા ક્ષેત્રમાં તમારે હાથ અજમાવવો જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારું મૂલ્યાંકન કરો
બિઝનેસમેન બનવાની રાહમાં સૌથી મોટો પ્રશ્ન છે- તમે વેપાર કેમ કરવા માંગો છો? આ પ્રશ્નના જવાબમાં જ આ વાતનો જવાબ સંતાયેલો છે તમારે કયો બિઝનેસ કરવો જોઇએ. તેનું કારણ પૈસા કમાવવા અથવા વધુ આઝાદી અથવા બીજું કંઇક હોઇ શકે છે. જ્યારે તમે તમારું કારણ શોધો છો તો પછી બીજા કેટલાક પ્રશ્નો કરો.-  


1. તમારી પાસે શું સ્કિલ છે?
2. જીવનમાં તમારો શોખ શું છે?
3. તમે જાણો છો કે બિઝનેસ ફેલ થઇ જશે, તમે કેટલું રોકાણ કરી શકો છો?
4. તમારે કેટલી મૂડીની જરૂરિયાત છે?
5. શું તમે એક બિઝનેસમેન બનવા માટે તૈયાર છો?


આ પ્રશ્નોના જવાબ પોતાને ઇમાનદારી પૂર્વક આપો. પુરી તૈયારી સાથે વેપાર શરૂ કરો. 'કરી લઇશું, થઇ જશે. આ પ્રકારના એપ્રોચથી તમને નુકસાન જ થશે. પછી તમારી આદતોને નજરઅંદાજ ન કરો. જેમ કે જો તમે સવારે મોડા ઉઠો છો, તો એવો કોઇ બિઝનેસ ન કરો જેમાં સવારે વહેલા ઉઠવું પડે. 


કયો બિઝનેસ કરવો?
1. પોતાને પૂછો કે કઇ નવી વસ્તુ, નવો ટ્રેંડ બજારમાં આવવાનો છે. શું તમે આ નવા ટ્રેંડની શરૂઆતમાં હાથ અજમાવી શકો છો.
2. એમ વિચારો કે લોકો કઇ વાતને લઇને પરેશાન છે. જો તમારો બિઝનેસ અથવા પ્રોડક્ટ તેમની મુશ્કેલીઓને ઓછી કરવામાં મદદ કરશે, તો આ વેપાર કરી શકાય. 
3. ઝડપી, સસ્તા અને સારા દ્વષ્ટિકોણથી કામ કરો. તમારા દ્વારા આપવામાં આવતી સર્વિસ પહેલાં કરતાં સારી, અને સસ્તી અને ફાસ્ટ હોવી જોઇએ. 


આ વાત પર ધ્યાન આપીને તમે પોતાના બિઝનેસમાં સફળતા મેળવી શકો છો. યાદ રાખો કે કોઇપણ બિઝનેસ આઇડિયા પર કામ શરૂ કરતાં પહેલાં તેની ખૂબીઓ દેખાઇ છે અને કામ શરૂ થતાં કામી ખામીઓ. એટલા માટે પડકારોનો મુકાબલો કરવા માટે જરૂરી સાધન તમારી પાસે હોવા જરૂરી છે.