પીએનબી ગોટાળામાં મોટો ખુલાસો, `અહીં` છુપાઈને બેઠો છે નીરવ મોદી
મામલાની તપાસ કરી રહેલ સીબીઆઇએ એના પ્રયાસ સઘન બનાવી દીધા છે
નવી દિલ્હી : પીએનબી મહાગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદી બ્રિટનમાં હોવાની વાતને પુષ્ટિ મળી ગઈ છે. આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇએ એના ભારતમાં પ્રત્યાર્પણ માટેના પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. વિદેશ રાજ્યા મંત્રી કિરણ રિજિજુએ બ્રિટનના મંત્રી બૈરોનેસ વિલિયમ્સ સાથે આ મામલે વાતચીત કરી છે. આશા છે કે હવે નીરવ મોદીના પ્રત્યાર્પણમાં વધારે સમય નહીં લાગે અને એને બહુ જલ્દી ભારત લાવી શકાશે. દિલ્હી આવેલા બ્રિટીશ પ્રતિનિધિમંડળે નીરવ બ્રિટનમાં હોવાની વાતને પુષ્ટિ આપી છે. આ દરમિયાન ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે પણ બંને મંત્રીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. વિજય માલ્યા પણ અનેક બેંકોને ચુનો લગાવીને બ્રિટન ભાગી ગયો છે.
એર ઇન્ડિયામાં પ્રવાસ કરવાના હો તો ફરી ચેક કરી લો સામાનનું વજન, નહીંતર પસ્તાશો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ મળીને પીએનબીમાં 13 હજાર કરોડ રૂ,નો ગોટાળો કર્યો છે. આ પહેલાં સીબીઆઈએ ઇન્ટપોલને નીરવ મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે જેના પગલે ઇન્ટરપોલના સભ્ય દેશોની પોલીસ નીરવ મોદીની ધરપકડ કરીને એનું પ્રત્યાર્પણ કરી શકશે. નીરવ મોદી બેંક ગોટાળાની ફરિયાદ પછી જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયો હતો. સીબીઆઇએ ફરિયાદના આધારે નીરવ મોદી તેમજ મેહુલ ચોક્સી વિરૂદ્ધ રિપોર્ટ રજિસ્ટર્ડ કરી છે. આરોપીઓમાં નીરવના ભાઈ અને પત્નીનું નામ પણ શામેલ છે.
બે દિવસ પહેલાં સમાચાર આ્વ્યા હતા કે મોદી લંડનમાં બ્રિટનમાં રાજકીય શરણ માગી રહ્યો છે. કરોડોનો ગોટાળો કરનાર નીરવ વિશે આ માહિતી ભારતીય તેમજ બ્રિટીશ અધિકારીઓ સાથેની વાતચીતના રિપોર્ટ પછી જાહેર થઈ છે. હાલમાં એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સી વિરૂદ્ધ તપાસ કરી રહ્યું છે પણ બંને આરોપ નકારી રહ્યા છે.