પહેલા કરતા વધુ સુરક્ષિત થશે ગ્રાહક, રાજ્યસભામાંથી પાસ થશે કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ
લોકસભામાંથી પાસ થયા બાદ કંઝ્યૂમર પ્રોટેક્શન બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં ઘણા ફરેફરા કરવામાં આવ્યા છે. લોકસભાએ આ બિલને 30 જુલાઇના રોજ પાસ કર્યું હતું. આ બિલ ગ્રાહકોને વધારે સુરક્ષિત કરવામા માટે લાવવામાં આવ્યું છે
નવી દિલ્હી: લોકસભામાંથી પાસ થયા બાદ કંઝ્યૂમર પ્રોટેક્શન બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં ઘણા ફરેફરા કરવામાં આવ્યા છે. લોકસભાએ આ બિલને 30 જુલાઇના રોજ પાસ કર્યું હતું. આ બિલ ગ્રાહકોને વધારે સુરક્ષિત કરવામા માટે લાવવામાં આવ્યું છે. લોકસભામાં આ બિલને રજૂ કરતા ફૂડ મિનિસ્ટર રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, ઉપભોક્તા સુરક્ષા બિલ 1986 ની જગ્યાએ ગ્રાહક સુરક્ષા બિલ 2018 માં સીસીપીએને રાષ્ટ્રીય સ્તરે રેગ્યુલેટરની રૂપમાં સ્થાપિત કરવા માટે કુલ 109 સેક્શન છે.
આ પણ વાંચો:- કાશ્મીરની ચિંતા વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ તૂટ્યો, શેરબજારમાં મોટો ઘટાડો
આ બિલ લાગુ થયા બાદ જો કોઇ ગ્રાહક શોપિંગમાં છેતરપિંડીનો શિકાર બને છે તો કંપનીની સામે કોર્ટમાં જઇ શકે છે. જો કંઝ્યૂમર રાઇટ્સને પડકાર આપે છે, ખોટી વેપારની પ્રેક્ટિસ કરવામાં આવે છે તો CCPA આ મામલે સુનાવણી કરશે. ઓથોરિટીની પાસે અધિકાર હશે કે તે દોષિત પુરવાર થવા પર મેન્યુફેક્ચર્સ પર 10 લાખ રૂપિયાનો દંડ અને બે વર્ષ સુધીની સજા ફટકારી શકે છે.
આ પણ વાંચો:- ફ્રીમાં ચાર્જ થશે તમારી ઈલેક્ટિરક કાર, ટાટા મોટર્સ અને ટાટા પાવર શરૂ કરશે 300 ચાર્જિંગ સ્ટેશન
1. કંઝ્યૂમર પ્રોટેક્શનથી જોડાયેલા તમામ મામલે તપાસના અધિકારી CCPAની પાસે હશે. તેઓ મામલાની તપાસ કરશે અને જરૂરી આદેશ પણ પાસ કરશે.
2. CCPA વિવિધ સ્તરે તપાસ કરવાનો અધિકાર વહેંચાયેલું છે. જિલ્લા પંચ આ મામલે 1 કરોડ સુધીની સુનાવણી કરશે, રાજ્ય પંચ આ વિવાદને 1 કરોડથી 10 કરોડ સુધી સુનાવણી કરી શકે છે. જો વિવાદની રકમ 10 કરોડથી વધુ છે, તો રાષ્ટ્રીય આયોગ આ કેસની તપાસ કરશે.
3. જો કોઇ પ્રોડક્ટથી કંઝ્યૂમરને કોઇ પ્રકારનું નુકસાન પહોંચે છે તો મેન્યુફેક્ચરર અને પ્રોડક્ટ સર્વિસ પ્રોવાઇડરને તેના જવાબદાર ગણવામાં આવશે અને દંડની ચુકવણી તેમને જ કરવી પડશે.
જુઓ Live TV:-