NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો
છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમાં આ સૌથી ઓછી છે. કોરોના મહામારી (Corona Pandemic) ને પગલે એનઆરઆઇ ડિપોઝીટમાં ઘટાડો થયો છે.
ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના (Covid 19) મહામારીમાં મેડીકલ (Medical) અને ફાર્મા સેક્ટર (Farma Sector) ને બાદ કરતાં તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા છે. કોરોનાની અસર બિન નિવાસી ભારતીયો દ્વારા જમા થતી ડિપોઝીટ પર પણ થઇ છે. એનઆરઆઇ (NRI) થકી જમા થતી રકમમાં કોરોના (Coronavirus) ના વર્ષમાં 90 ટકાથી પણ મોટો ઘટાડો થયો છે.
કોરોના મહામારી (Corona Pandemic) ના કારણેના માત્ર ભારત (India) પરંતુ સમગ્ર વિશ્વના લગભગ તમામ ઉદ્યોગો પર અસર થઈ છે. ઘણા લોકોએ બેકાર થવાનો વારો આવ્યો એ ગુજરાત (Gujarat) ભારત કે દુનિયાના અન્ય દેશો કેમ ન હોય. ઉદ્યોગ ધંધા પડી ભાંગવાને કારણે લોકોએ થતી બચત પણ ગુમાવી વિદેશમાં વસતા ગુજરાતી (Gujarati) ઓ દર વર્ષે હજારો કરોડ રૂપિયા વતનમાં વસતા પરિવાર માટે જમા કરાવતા એમ 90 ટકા કરતા પણ વધુનો ઘટાડો ચાલુ વર્ષે નોંધાયો છે.
Vadodara: બુટલેગરે એવું તો શું કર્યું કે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ, જાણો સમગ્ર મામલો
આ બાબત ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં સામે આવી એસએલબીસીના હેડ મહેશ બંસલના કહેવા પ્રમાણે રાજ્યમાં 2019-2020માં NRI ડિપોઝિટ રૂ. 7977 કરોડ જમા થઈ હતી. જેની સામે ચાલુ વર્ષ 2020-21માં માત્ર રૂ. 74 કરોડ NRI ડિપોઝિટ પેટે જમા થયા છે. અગાઉના વર્ષની સરખામણીએ NRI ડિપોઝિટ જમા થવામાં 90 ટકાથી પણ વધારેનો ઘટાડો છે.
છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં NRI ડિપોઝિટમાં આ સૌથી ઓછી છે. કોરોના મહામારી (Corona Pandemic) ને પગલે એનઆરઆઇ ડિપોઝીટમાં ઘટાડો થયો છે. જે સ્થિતિ સામન્ય થતાં રાબેતા મુજબ થાય એમ લાગી રહ્યુ છે. એન.આર.આઈ. ડિપોઝિટ રૂ. 80,183 કરોડ છે. 2010-11માં આ આંકડો રૂપિયા 22,976 કરોડ હતો. 10 વર્ષમાં ડિપોઝિટમાં ચાર ગણો વધારો થયો છે. સૌથી મોટો વધારો 2013-14મા રૂ. 13,839 કરોડનો થયો હતો.
જાણો સાધ્વી જયા કિશોરીની કેટલી છે આવક, ક્યારે કરશે લગ્ન, લવ મેરેજને માને છે ઉત્તમ
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં રૂ. 16,828 કરોડ છે. બીજા નંબરે કચ્છ (Kutch) જિલ્લામાં રૂ. 13,726 કરોડ છે. રાજ્યની કુલ ડિપોઝિટના 83 ટકા 7 જિલ્લામાં છે, જેમાં અમદાવાદ, કચ્છ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરત, નવસારી જિલ્લાઓ છે. જેમાં આ વર્ષે ખૂબ મોટો ઘટાડો આવ્યો છે.
Delhi Airport પર જપ્ત કરવામાં આવી 7 કરોડની નશીલી બંગડીઓ, આ રીતે ખુલી પોલ
મનિ ટ્રાન્સફર નિષ્ણાંત અમિત કાપડીયાના કહેવા મુજબ વિદેશમાં કોરોનાના પગેલ દુનિયાના અલગ અલગ દેશમાં લગાડવામાં આવેલા લોકડાઉન અને આંશિક લોકડાઉનના પગલે ધંધા-રોજગાર બંધ હતા એટલે તેની અસર એનઆરઆઇની આવક પર થઇ હોય પોતની કમાણીમાંથી બચત કરી બહાર રહેતા લોકો ગુજરાતમાં એ રકમ ડિપોઝિટ કરતા હોય છે જે મોટે ભાગે બચત કે ઇન્વેસ્ટમેન્ટ માટે હોય છે. મહામારીના કારણે ડિપોઝીટમાં મોટો ઘટાડો આવ્યો છે. જે આગામી વર્ષે પણ જારી રહી શકે કોરોનાની સ્થિતિ સામાન્ય બનતાં એનઆરઆઇ (NRI) દ્વારા થતી ડિપોઝીટ પણ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube