નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે પાછલા કેટલાક દિવસોથી સમગ્ર દુનિયાના શેર બજારોમાં જબરદસ્ત વેચાણનો દોર ચાલી રહ્યો છે. દુનિયાભરના બજારો પર આજ પણ કોરોનાની અસર જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય શેર બજારમાં પણ મચ્યો હાહાકાર
આજે અઠવાડીયાના પહેલા દિવસે પણ બજાપમાં ભારે વાચણ સાથે કારોબારની શરૂઆત થઇ છે. શેર બજાર ખુલવાના થોડા સમયમાં જ સેન્સેક્સ 1,326 પોઈન્ટના ઘટાડા સાથે 32,776.72 પર ખુલ્યો હતો. જ્યારે 2,713.41ના ઘટાડા સાથે 31,390.07 પર બંધ થયો હતો. તો બીજીતરફ નિફ્ટી 399.60 પોઈન્ટના ઘટાડા સાથે 9555.60 પર ખુલ્યો હતો. જેની સામે માર્કેટ બંધ થવા સમયે નિફ્ટી 756.10ના ઘટાડા સાથે 9,199.10 પર બંધ થયો હતો.


તમારું ખાતું Yes Bankમાં છે તો જલ્દી વાંચી લો ખુશીના સમાચાર


અમેરિકન શેર બજારમાં પણ નોંધાયો ઘટાડો
સોમવારના અમેરિકન શેર બજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. બેન્ચમાર્ક ડાઉ જોન્સ 4.56 ટકાનો ઘટાડા જોવા મળ્યો છે. સંકેત લેતા એશિયન બજારોમાં પણ નીચેનો ટ્રેન્ડ જોવા મળ્યો. જાણકારોનું કહેવું છે કે, કોરોના વાયરસનો ભય અમેરિકન બજારમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.


આજથી બંધ થશે તમારા ડેબિટ કાર્ડની આ સુવિધાઓ, જાણો શું છે સમાચાર


એશિયન બજારોમાં પણ જોવા મળ્યો ઘટાડો
આજે એશિયન બજારોમાં પણ ઘટાડા સાથે જ ટ્રેડિંગ જોવા મળ્યું છે. એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 3.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હોગકોંગના હૈંગસેંગ 4.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો, દક્ષિણ કોરિયાના કોપ્સીમાં 3.19 ટકા અને જાપાનના નિક્કીમાં 2.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...