નવી દિલ્લી: ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરના 50 ડૉક્ટર, વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક લોકો મહામારી દરમિયાન નવા અરબપતિ બન્યા છે. તેમાંથી 28 ચીનના છે અને 4 ભારતના છે. આ ચાર લોકોની સંપત્તિમાં અરબો રૂપિયાનો વધારો થયો છે. ત્યારે કોણ છે આ ચાર ભારતીયો તેના વિશે જાણકારી મેળવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. પ્રેમચંદ ગોધા:
તે IPCA Labs દવા કંપનીના ચેરમેન છે. કોરોનાના કારણે હાઈડ્રોક્સી ક્લોરોક્વીન દવાની માગણી વધી અને સંપત્તિમાં ઝડપથી વધારો થયો. તેમની નેટવર્થ 10,000 કરોડ રૂપિયા છે.


2. રાજેન્દ્ર અગ્રવાલ:
તેમની નેટવર્થ 9559 કરોડ રૂપિયા છે.


3. બનવારીલાલ બાવરી:
તેમની નેટવર્થ 9559 કરોડ રૂપિયા છે.



4. ગિરધારીલાલ બાવરી:
તેમની નેટવર્થ 9559 કરોડ રૂપિયા છે.


આ ત્રણેય ભાઈઓએ 1986માં જયપુરમાં દવા કંપની Macleods Pharmaceuticalsની સ્થાપના કરી હતી. કંપની ટીબી, અસ્થમા, ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓની દવા બનાવે છે. રાજેન્દ્ર અગ્રવાલ ડૉક્ટર પણ છે.


બાયોનટેકના કો-ફાઉન્ડર ઉર સાહિન:
મહામારીના કારણે નવા અરબપતિમાંથી બનેલા 50 લોકોમાંથી વધારે ચીનના છે. આ નવા અરબપતિ લોકોમાંથી સૌથી પહેલાં બાયોનટેકના કો-ફાઉન્ડર ઉર સાહિન અને મોડર્નાના સીઈઓ સ્ટીફન બન્સેલ સામેલ છે. બાયોનટેકે ફાઈઝર કંપનીની સાથે મળીને કોરોના વેક્સીન તૈયાર કરી છે. ફાઈઝર અને મોડર્ના બંને કંપનીની વેક્સીન સફળ જાહેર થઈ ચૂકી છે. મહામારી દરમિયાન બાયોનટેકના કો-ફાઉન્ડર ઉર સાહિન 30,883 કરોડ રૂપિયાના માલિક બની ગયા. ફાઈઝરની સાથે પાર્ટનરશીપ પછી બાયોનટેકના શેરના ભાવ 160 ટકા વધી ગયા છે.


સ્ટીફન બન્સેલ:
તો મોડર્નાના સીઈઓ સ્ટીફન બન્સેલની સંપત્તિ 30,147 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. મોડર્ના અમેરિકાની કંપની છે અને ફ્રાંસના નાગરિક સ્ટીફન બન્સેલ 2011માં કંપનીના સીઈઓ બન્યા હતા. મહામારી દરમિયાન સ્ટીફન બન્સેલ પહેલીવાર માર્ચ મહિનામાં અરબપતિ બન્યા. ત્યારે કંપનીના શેરના ભાવમાં 550 ટકનો વધારો થયો હતો.  અને તેમણે લગભગ 10


લાખ શેર વેચી દીધા હતા.


યુઆન લિપિંગ:
ચીનની કંપની શેનઝેન કંગટાઈ બાયોલોજિકલ પ્રોડક્ટ્સમાં 24 ટકા ભાગીદારી રાખનાર યુઆન લિપિંગની સંપત્તિમાં પણ ભારે વધારો થયો છે. જૂનમાં પતિ સાથે છૂટાછેડા પછી યુઆનની કુલ સંપત્તિ 30,147 કરોડ રૂપિયા થઈ ગઈ. તેના કારણે યુઆન કેનેડાની સૌથી અમીર મહિલા પણ બની ગઈ.


હુ કુન:
ચીનના કોન્ટેક મેડિકલ સિસ્ટમ્સના અધ્યક્ષ હુ કુન પણ આ વર્ષે અરબપતિ બન્યા. તેમની સંપત્તિ 28,677 કરોડ રૂપિયાની થઈ. આ કંપની હોસ્પિટલ માટે ઉપકરણ બનાવે છે.