નવી દિલ્લીઃ આત્મનિર્ભર સ્વસ્થ ભારત માટે 27.1 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ  પેકેજ રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશન અંતરગત હશે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારતમાં કોવિડ-19 માટે બે રસી છે.આ બે અન્ય રસીની જાહેરાત ઝડપથી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સૌથી ગરીબ લોકો માટેના તબ્બકાના લાભ માટે સરકારે તેના સાધનોમાં વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2021: કેન્દ્રના બજેટમાં ગુજરાતને નવું નજરાણુંઃ ગિફ્ટ સિટીમાં બનશે વર્લ્ડક્લાસ ફિનટેક હબ, રોજગારીની નવી તક ઉભી થશે


આત્મનિર્ભર પેકેજના 13 ટકા બરાબર


- ઝડપથી બીજી બે કોરોના વેક્સીન બજારમાં આવશે

- ખેડૂતોની આવકમાં દોઢ ગણો વધારો થશે

- આત્મનિર્ભર ભારત માટે નવી યોજના લોન્ચ કરવામાં આવશે

- ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો લક્ષ્યાંક

- સ્વાસ્થ્યને લગતી યોજનાઓ પર 64,180 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે

- 17,000 ગ્રામીણ અને 11000 શહેરી સ્વાસ્થ્ય કેન્દ્રોને મજબૂત બનાવવામાં આવશે

- 17 નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે

- દરેક રાજ્યોના સ્વાસ્થ્યના ડેટા બેઝ બનાવવામાં આવશે

- દરેક  રાજ્યોના ઈંટીગ્રેટેડ ડેટા બેઝ તૈયાર થશે

- વોલેન્ટિયર્સ સ્ક્રેપ પોલીસી લોન્ચ કરવામાં આવશે

- જળ જીવન પર 2.87 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે

- અર્બન જળ જીવન મશીન લોન્ચ કરવામાં આવશે

- 4 નવા વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવાશે

- કોરોના વેક્સીન માટે 35 હજાર કરોડ ખર્ચ કરવામાં આવશે

-  જરૂર પડે તો વેક્સીન પરનો ખર્ચ વધારવામાં આવશે

- fy22માં સ્વાસ્થ્યમાટે 2.24 લાખ કરોડ ખર્ચ થશે

- મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે

- 7400 ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પર ચાલી રહ્યું છે કામ

-ડેવ્લોપમેન્ટ ફાયનાન્સ કંપની પર 20,000 કરોડનું રોકાણ કરાશે

- INVIT અને REITના નિયમોમાં થશે સુધારો

- રેલવે ફ્રેટ કોરિડોરમાં ખાનગી રોકાણ થશે

- કેટલાક એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube