Work from Home: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે આ સુવિધા બંધ કરી
કોરોનાકાળના કારણે સરકારે કર્મચારીઓ માટે જે ફેરફાર કર્યા હતા તે હવે કોરોનાનો પ્રકોપ ઘટતા સ્થિતિ પહેલાની જેમ બહાલ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં Department of Personnel and Training એ એક નવો આદેશ બહાર પાડ્યો છે.
દિલ્હી: કોરોનાકાળના કારણે સરકારે કર્મચારીઓ માટે જે ફેરફાર કર્યા હતા તે હવે કોરોનાનો પ્રકોપ ઘટતા સ્થિતિ પહેલાની જેમ બહાલ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં Department of Personnel and Training એ એક નવો આદેશ બહાર પાડ્યો છે અને હવે તમામ કાર્ય દિવસમાં કર્મચારીઓએ ઓફિસમાં હાજર રહેવું પડશે. એટલે કે હવે વર્ક ફ્રોમ હોમ (Work From Home) સુવિધા બંધ કરવામાં આવી છે. નવા આદેશોને તત્કાળ પ્રભાવથી લાગુ કરાયા છે.
નવા આદેશમાં શું છે
કેન્દ્ર સરકારના તમામ વિભાગ માટે નવા આદેશ મુજબ તમામ સ્તરના સરકારી કર્મચારીઓએ હવે તમામ વર્કિંગ ડેઝમાં ઓફિસમાં હાજર રહેવાનું છે અને કોઈ પણ શ્રેણીના કર્મચારીને કોઈ છૂટછાટ રહેશે નહીં. આગામી આદેશ સુધી બાયોમેટ્રિક હાજરી સસ્પેન્ડ રખાઈ છે. અધિકારી અને કર્મચારી કે જે કોરોના સંક્રમિત વિસ્તારોમાં રહે છે, તેઓ જ ઘરેથી કામ કરશે અને દરેક સમયે ટેલિફોન અને સંચારના ઈલેક્ટ્રોનિક સાધનોના નાધ્યથી જોડાયેલા રહેશે. આદેશમાં કહેવાયું છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મિટિંગ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ પૂરી કરવામાં આવે અને મહેમાનો સાથે વ્યક્તિગત બેઠકોથી જ્યાં સુધી જાહેર હિતમાં સંપૂર્ણ રીતે જરૂરી ન હોય ત્યાં સુધી બચવું જોઈએ. જો કે વિભાગીય કેન્ટિન ખોલવા પર લાગેલી રોક હટાવવામાં આવી છે.
ખતમ થઈ ગયો Work from Home નો સમય
કોરોનાના કારણે કેન્દ્રીય કર્મચારીઓને ઘરેથી કામ કરવાની આઝાદી આપવામાં આવી હતી. ગત વર્ષ મે મહિનામાં ઉપસચિવ સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓને જ કાર્યાલય બોલાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોના વાયરસને રોકવા માટે અલગ અલગ કાર્યાલય સમય પણ લાગુ કરાયા હતા. બધુ મળીને એક એવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી કે અડધા કર્મચારીઓને કાર્યાલય બોલાવવામાં આવતા હતા અને અડધા કર્મચારીઓને Work from Home કરવાનું રહેતું હતું. હવે નવા આદેશ મુજબ તમામ કર્મચારીઓએ દરરોજ (વર્કિંગ ડેઝ સમયગાળામાં) ઓફિસ આવવું પડશે.
Disha Ravi Toolkit Case: ગ્રેટા થનબર્ગે કેમ ડિલિટ કરી હતી ટૂલકિટ ટ્વીટ, સામે આવ્યું કારણ
સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને છૂટ
આદેશ મુજબ જે વિસ્તારોમાં કોરોના (Corona virus) ના સક્રિય કેસ છે અને હજુ સુધી રસી પણ તે લોકોને મૂકાઈ નથી, તેવા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરેથી કામ કરવાની છૂટ મળતી રહેશે. આ છૂટ જ્યાં સુધી વિસ્તારમાં સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. કોરોના સંક્રમિત વિસ્તારમાંથી બહાર રહેતા લોકોને ઓફિસ બોલાવવા માટે નવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે.
Corona Virus ની ભયંકર આડ અસર સામે આવી, મહિલાની 3 આંગળી કાપવી પડી
કોરોનાની હાલની સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 9,121 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,09,25,710 પર પહોંચી છે. જેમાંથી 1,06,33,025 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. જ્યારે હજુ પણ 1,36,872 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 81 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,55,813 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 87,20,822 લોકોને રસી અપાઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube