નવી દિલ્હી: કોરોના વાયરસની અસર ફક્ત ચીનમાં જ નહી પરંતુ હવે ભારતીય બિઝનેસ પર પડવા લાગી છે. કોરોના વાયરસથી સંક્રમણ અને મોતના કિસ્સાઓને જોતાં ભારતમાં લોકોએ નોનવેજ ખાવાનું છોડી દીધું છે. તેના લીધે પોલ્ટ્રી બિઝનેસ પર ખરાબ અસર વર્તાઇ રહી છે. ગત વર્ષે સાર્સ વાયરસ ચિકન જેવા ઉત્પાદકોમાં પણ ફેલાયો હતો. કોરોના વાયરસને પણ સાર્સ પરિવારમાંથી હોય એમ કહેવામાં આવી રહ્યું છે. તેથી હવે અચાનક ચિકન ખાનારાઓની સંખ્યા ઘટી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50%થી વધુ થઇ રહ્યું છે નુકસાન
જાણકારોનું કહેવું છે કે જાન્યુઆરીના પહેલાં અઠવાડિયાથી માંડીને ફેબ્રુઆરીના અંત સુધી ચિકનની માંગમાં અડધાથી વધુનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત ચિકનના ભાવમાં 70 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. 


35 રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે ચિકન
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ચિકનના ભાવમાં 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેના લીધે 100 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાનાર ચિકન હવે 35 રૂપિયે કિલોમાં મળી રહ્યું છે. 


બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ સંક્રમણને જોતાં ચિકન, મટન અને ઇંડા ખાતી વખતે સાવધાની વર્તવા માટે કહ્યું છે. મંત્રાલયના નિર્દેશ અનુસાર આ ખાદ્ય પદાર્થોને ખાતાં પહેલાં સારી રીતે રાંધવાની સલાહ આપી છે. જોકે પશુપાલન મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પશુપાલકોમાં ફેલાયું નથી. વૈજ્ઞાનિક શોધ જણાવી રહ્યા છે કે અત્યારે પણ ચીનમાં આ વાયરસ એકબીજા વ્યક્તિમાં જ ફેલાઇ રહ્યો છે. પરંતુ મુરઘીઓ અને ઘેટા-બકરામાં આ સંકમણ જોવા મળ્યું નથી. મંત્રાલયનું કહેવું છે હાલ ચિકન ખાવું સુરક્ષિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube