નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)એ એરલાઇન અને હોસ્પિટાલિટી સેક્ટરને ખુબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે દેશના ખાનગી એરપોર્ટ સંચાલકોની સાથે કામ કરનારા 2 લાખ કર્મચારીઓની નોકરી પર સંકટના વાદળો છવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસોસિએશન ઓફ પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેર્ટ્સ (APAO)એ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે તે નમાત્ર આર્થિક રૂપથી રાહત પેકેજ આપે પરંતુ સેક્ટરને જાળવી રાખનારી મુખ્ય આધારભૂત સંપત્તીઓને યથાવત રાખે. 


હાલના સમયમાં એરપોર્ટ સાઇટો પર કામ કરનારા આશરે 2 લાખ 40 હજાર લોકોની નોકરી ખતરામાં છે, જેમાં એરપોર્ટ સંચાલનના કર્મચારી પણ સામેલ છે. 


છટણીના પ્રભાવનો અનુભવ દેશમાં થશે કારણ કે નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ એવા કેટલાક  મોટા એરપોર્ટ છે, જેને ખાનગી સંસ્થા સંભાળે છે. 


હાલના સમયમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉનની સમયમર્યાદાને કારણે કોઈપણ પ્રકારની ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ઉડાનને મંજૂરી નથી. માત્ર કાર્ગો સંચાલનને મંજૂરી આપવામાં આવી છે, જેથી આ વિમાન કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.


આ વિમાન કંપનીઓની ન માત્ર આવક ઘટી છે પરંતુ તેના ઉપર સંબંધિત એરપોર્ટ સાથે જોડાયેલા ઘણા મેનેજમેન્ટ સોદાની રકમ ચુકવવાનો પણ મોટો દબાવ છે. 


એસોસિએશન ઓફ પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેર્ટ્સના મહાસચિવ સત્યન નાયરે કહ્યું, અમે સરકારને ખાનગી એરપોર્ટ સંચાલકો માટે કંઇક રાહતના ઉપાય કરવાની વિનંતી કરી છે, જે કોરોના વાયરસના પ્રકોપને કારણે એરપોર્ટ પર પડનારા નાણાકીય ભાગને ઓછો કરશે.