બીજિંગ: ચીનના આરોગ્ય વહીવટ દ્વારા સોમવારે જાહેરાત કરતાં કહ્યું કે રવિવારે રાત સુધી દેશમાં નોવેલ કોરોના વાયરસ (Coronavirus) (2019-એનસીઓવી) જનિત નિમોનિયાના 2,744 કેસની પુષ્ટિ થઇ ચૂકી છે, જેમાં 461 લોકોની હાલત ગંભીર છે. તેનાથી મરનારાઓની સંખ્યા વધીને 80 થઇ ચૂકી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 769 નવા કેસની પુષ્ટિ થઇ છે અને 24 લોકો (તમામ હુબેઇમાં) થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, રવિવાર સુધી તેનાથી મરનારાઓની સંખ્યા વધીને 80 થઇ ચૂકી છે, તો બીજી તરફ 51 લોકો ઠીક થઇ ગયા છે અને 5,794 લોકો હજુ સુધી શંકાસ્પદ દર્દી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયોગે કહ્યું કે વાયરસના શિકાર લોકોના સંપર્કમાં આવનાર 32,799 લોકો પર નજર રાખવામાં આવી છે. તેના અનુસાર તેમાંથી 30,453 મેડિકલ નિરિક્ષણથી પસાર થઇ રહ્યા છે અને 583 લોકોને રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત ખાસ વિશેષ વહીવટી વિસ્તારો હોંગકોંગમાં આઠ, મકાઉમાં પાંચ અને તાઇવાનમાં ચાર કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. 


ભેજવાળી જગ્યાઓ પર ઉદભવે છે કોરોના વાયરસ ભેજવાળી જગ્યાઓ પર ઉદભવે છે. આ વાયરસને ઉદભવવા માટે મટન, ચિકન, મચ્છી માર્કેટ યોગ્ય જગ્યા છે. શોધમાં જાણવા મળ્યું છે કે મટન, ચિકન અથવા મચ્છી માર્કેટમાં કોરોના વાયરસ સરળથી ઉદભવે છે. આ જગ્યાઓ પર આ વાયરસ મીટ દ્વારા માણસોના સંપર્કમાં આવે છે અને તેમને સંક્રમિત કરી દે છે. વર્ષ 2003માં પણ કોરાના વાયરસનો પ્રક્રોપ જોવા મળ્યો હતો કે આ વાયરસ પહેલાં કપાયેલા મીટને સંક્રમિત કરે છે, પછી ત્યાંથી તે માણસોને પોતાના સંક્રમણમાં લે છે. 


બ્લોમબર્ગના રિપોર્ટ અનુસાર હૂનાન શહેરના મચ્છી બજારમાં સમુદ્વી માછલી વેચનાર 61 વર્ષીય વ્યક્તિ આ વાયરસના સંક્રમણથી સૌથી પહેલા મોત થયું હતું. ચીનમાં મીટ, માછલીના બજારો છે, એટલા માટે અહીં બિમારી સરળતાથી ઉદભવે છે. વર્ષ 2002-04 દરમિયાન 29 સાર્ક દેશોમાં આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો, જેમાં 774 લોકોના મોત થયા હતા.  


ચીનની બહાર થાઇલેન્ડમાં સાત કેસ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં ચાર-ચાર, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, અમેરિકા, મલેશિયા અને ફ્રાંસમાં ત્રણ-ત્રણ, વિયતનામામાં બે તથા નેપાળમાં કોરોના વાયરસ (Coronavirus)ના એક કેસની પુષ્ટિ થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube