Corona મહામારીમાં આ દવાએ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, 600 ટકા વધ્યો સેલ
કોરોના મહામારીના આ દોરમાં એન્ટિવાયરલ દવાઓની માંગમાં જોરદાર તેજી જોવા મળી છે. ગ્લેનમાર્કની ફેબીફ્લુએ મલ્ટિવિટામિન ડ્રગ ઝિંકોવિટના વેચાણને પાછળ છોડી દીધી છે. ફેબીફ્લુના વેચાણમાં 600 ટકાનો ઉછાળો નોંધાયો છે
નવી દિલ્હી: કોરોના મહામારીના આ દોરમાં એન્ટિવાયરલ દવાઓની માંગમાં જોરદાર તેજી જોવા મળી છે. ગ્લેનમાર્કની ફેબીફ્લુએ મલ્ટિવિટામિન ડ્રગ ઝિંકોવિટના વેચાણને પાછળ છોડી દીધી છે. ફેબીફ્લુના વેચાણમાં 600 ટકાનો ઉછાળો નોંધાયો છે.
સૌથી વધુ વેચવાની દવા બની ફેબીફ્લુ
ફેબીફ્લુ હવે ભારતીય રિટેલ ફોર્મા માર્કેટમાં સૌથી વધુ વેચાયેલી દવા બની ગઈ છે. ગયા વર્ષે ઓક્ટોબર સુધી ઝિંકોવિટ ભારતીય બજારમાં સૌથી વધુ વેચાયેલી દવા હતી. અન્ય દવાઓ કે જેમના વેચાણમાં કોરોના મહામારી દરમિયાન વધારો થયો હતો તેમાં મોનોસેફ, ડોલો અને બિટાડીન શામેલ છે.
આ પણ વાંચો:- Gold Price today: સોનું થયું મોંઘુ, 27967 રૂપિયા પહોંચ્યો 14 કેરેટનો ભાવ, જાણો નવી કિંમત
ફેબીફ્લુ શું છે?
ફેબીફ્લુ જાપાની એન્ટી-ઈન્ફલ્યુએન્ઝા દવા ફાવિપિરાવીરનું જેનરિક વર્ઝન છે. છેલ્લા એક મહિનામાં તેનું વેચાણ 600 ટકા વધ્યું છે. ફાર્મા રિસર્ચ ફર્મ AIOCD ના ડેટા અનુસાર, એપ્રિલમાં સમાપ્ત થયેલા 12 મહિનાના ગાળામાં ફેબીફ્લુએ 762 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે એન્ટિ ડાયાબિટીક દવા, ગ્લાયકોમટ-જી.પીની 564 કરોડ રૂપિયાથી વધુ છે. ફેબીફ્લૂનું અડધા વેચાણ ફક્ત એપ્રિલ મહિનામાં થયું હતું.
આ પણ વાંચો:- Corona ના ડરથી લોકો બેંકોમાં પૈસા જમા કરી રહ્યાં છે, પણ લોનની માગ ઘટતા બેંકોને ફટકો
ગત વર્ષે કોરોના કેસોમાં ઇમરજન્સી ઉપયોગની મળી હતી મંજૂરી
ગત વર્ષે જૂન મહિનામાં ફેબીફ્લુને કોરોનાની સારવારમાં ઇમરજન્સી સારવારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેનું વેચાણ પ્રથમ વખત 60 મિલિયન સુધી પહોંચ્યું હતું. પરંતુ આ એપ્રિલમાં તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube