નવી દિલ્હી : કોરોના મહામારીએ (Coronavirus) ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે. વાયરસનાં પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા લોકડાઉને અનેક ઉદ્યોગોની કમર તોડી નાખી છે. ઓટો ઇન્ડસ્ટ્રી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. સમગ્ર દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki) ગત્ત મહિનામાં એક પણ ગાડી નથી વેચી શકે. ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, એપ્રીલ મહિનામાં મારુતીની એક પણ કારનું વેચાણ નથી થયું. કંપનીએ શુક્રવારે ગાડીઓનાં વેચાણના આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર એપ્રીલમાં તેની ગાડીઓનો કોઇ ખરીદદાર નથી મળ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદો...LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવા રેટ

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સરકારનાં આદેશ અનુસાર 22 માર્ચથી ઉત્પાદન બંધ કરી દીધું હતું. કંપની હાલ કોરોના સામેના જંગમાં સરકારનો સાથ આપવા માટે પોતાના પ્લાન્ટમાં વેન્ટિલેટર, માસ્ક વગેરેનું નિર્માણ કરી રહી છે. એવામાં માત્ર મારુતિ જ નહી લગભગ તમામ કાર નિર્માતા કંપનીઓની સ્થિતી ખરાબ છે અને જે પ્રકારનું વાતાવરણ બનેલું છે. તેને જોતા તે કહેવુ મુશ્કેલ છે કે બજારમાં તેજી ફરી ક્યારે આવશે. 


Labour Day 2020: 1 મે ના રોજ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, જાણો તેનો ઈતિહાસ

ઓટો ઇન્ડસ્ટ્રી લોકડાઉન પહેલાથી જ પરેશાનીઓનો સામનો કરી રહી છે. ખાસ કરીને BS4 થી BS6 ટ્રાન્સમિશનનાં કારણે કંપનીઓનું નુકસાન થયું હતું અને લોકડાઉન બાદ તો તેમની સ્થિતી વધારે ખાબ થઇ ચુકી છે. માહિતી અનુસાર માર્ચમાં પણ મારુતિની ગાડીઓનું વેચાણ ખુબ જ નબળું રહ્યું હતું.  જો કે જાણકારોનું માનવું છે કે લોકડાઉન હટ્યાના થોડા સમય બાદ સ્થિતીમાં સુધારો આવશે. જો કે સ્થિતી સંપુર્ણ સામાન્ય થવામાં સમય લાગશે. કોરોનાની સ્પીડની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 1147 લોકોના મોત થઇ ચુક્યા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 35043 પહોંચી ચુકી છે. સારી વાત છે કે દર્દીઓનાં રિકવરી રેટમાં પણ વધારો થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube