નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે એક કામ કરનાર વ્યક્તિ ફક્ત લોકડાઉનથી પરેશાન નથી. તેમની એક પરેશાની એ પણ છે કે આ મહિને ઘર અને કારનો હપ્તો કેવી રીતે ચૂકવવો? આ લોકડાઉનમાં નોકરિયાત અને બિઝનેસ કરનાર વ્યક્તિના મગજમાં એક જ વાત છે કે પૈસા નથી આવ્યો તો હપ્તો કેવી રીતે ભરીશું. પરંતુ આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે કેન્દ્ર સરકાર પહેલ કરી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઇને કેન્દ્ર સરકારે આપી સલાહ
કેન્દ્રીય નાણા મંત્રાલયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ પત્ર લખીને ભલામણ કરી છે કે લોકડાઉનની સ્થિતિમાં બેંકો આગામી થોડા મહિના સુધી માસિક હપ્તા ચુકવવામાં ગ્રાહકોને રાહત આપવી જોઇએ. કેન્દ્રીય નાણા મંત્રાલયમાં નાણાકીય સેવા વિભાગના સચિવ દેબાશીશ પાંડાએ આરબીઆઇને પત્ર લખીને ભલામણ કરી છે કે આમ જનતા ઘર, ગાડી અને પર્સનલ લોન પર ભારે દેવું વધવાની આશંકા છે. સચિવે કેન્દ્રીય બેંકને ભલામણ કરી છે કે તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવે કે આગામી થોડા મહિના સુધી માસિક હપ્તા ચૂકવવામાં રાહત આપવામાં આવે. 


એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ગત કેટલાક સમયથી સામાન્ય લોકો આગામી મહિનામાં હપ્તામાં ઢીલ આપવાની માંગ કરી રહ્યા છે. એવામાં વ્યાજ અને લોનનો બોજો વધવાની આશંકા છે. સાથે જ જો કોઇ હપ્તો સમયસર ભરી શકતું નથી તો ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર અસર પડવાની સંભાવના છે. અધિકારીએ આગળ જણાવ્યું હતું કે લોન ચૂકવવાના મામલે જલદી જ આરબીઆઇ કોઇ જાહેરાત કરી શકે છે. 


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોરોના વાયરસ સંક્રમણને જોતાં આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સમયગાળામાં ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ઉપલબ્ધ રહેશે જ્યારે બાકી તમામ ઓફિસ અને દુકાનો બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube