HDFC Bank: દેશની સૌથી મોટી ખાનગી બેંકના શેરમાં ચાર ટ્રેડિંગ દિવસોમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન બેંકના માર્કેટ કેપમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સપ્તાહની શરૂઆતમાં બેંકના વિશ્લેષકો અને સંસ્થાકીય રોકાણકારોની બેઠક બાદ બ્રોકરેજ કંપનીઓએ શેર અંગે મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા. BSE ડેટા અનુસાર, હાલમાં HDFC બેંકનો એમકેપ રૂ. 11.59 લાખ કરોડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપથી માંડીને માવઠા સુધી સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી, હવે કેમ ડરે છે દુનિયા?
Chandrayaan-3: ફરીથી ક્યારે એક્ટિવ થશે વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર? ISRO એ શેર કરી મોટી જાણકારી


શેરબજારમાં પણ સતત ઘટાડો 
શુક્રવારે એચડીએફસી બેન્કના શેર રૂ. 1557 પર ખૂલ્યા હતા અને 2.11 ટકાના ઘટાડા સાથે રૂ. 1524ની નીચી સપાટીએ ગયા હતા. શેરબજાર બંધ થયું ત્યારે બેન્કના શેર 1.57 ટકાના ઘટાડા સાથે રૂ.1,5629.29 પર બંધ થયા હતા. સ્થાનિક ઈક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે સતત ચોથા દિવસે સતત ઘટતા રહ્યા હતા, જેમાં નિફ્ટી 50 68 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 19,674.25 પર જ્યારે સેન્સેક્સ 221 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 66,009.15 પર બંધ રહ્યો હતો.


કોઇ મોડલથી કમ નથી આ IAS ઓફિસર, તમે જાતે જોઇ લો
જલદી જ 3 રાશિવાળાના કષ્ટ થશે દૂર, રાહુ ગોચર ખોલશે નસીબ, ભરાઇ જશે ધનની તિજોરી


આ અઠવાડિયે કેટલો ઘટ્યો?
નિષ્ણાતોના મતે વિદેશી ભંડોળનો પ્રવાહ અને HDFC બેન્કના શેરમાં ભારે વેચવાલીથી પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. સપ્તાહ દરમિયાન નિફ્ટી 50 2.6 ટકા ઘટ્યો છે. સેન્સેક્સમાં 2.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં BSE મિડકેપ ઇન્ડેક્સ 1.7 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2 ટકા ઘટ્યો હતો.


સાપુતારા અને માઉન્ટ આબુ કરતાં પણ અદભૂત છે ગુજરાતનું આ હિલ સ્ટેશન, આંટો મારી આવજો!
Royal Enfield: ખરીદ્યા વિના બુલેટ પર મારો સિનસપાટા, બસ આટલો આવશે ખર્ચ


નિષ્ણાતો શું કહે છે
LKP સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ કુણાલ શાહે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે શુક્રવારે મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 0.03 ટકા ઘટીને બંધ થયો છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર ડબલ ટોપ બ્રેકડાઉન પેટર્ન જોવા મળી હતી, જે ઘણી વખત વલણની વિરુદ્ધ દર્શાવે છે. એચડીએફસી બેંકમાં વેચાણના દબાણને કારણે આ પેટર્ન મોટાભાગે જોવા મળી છે. ઇન્ડેક્સ તેની 20-દિવસની મૂવિંગ એવરેજ 45,000 પર તૂટી ગયો છે.


Indian Currency: લોકોના કામની વાત, RBI તેના માટે ફિક્સ કરી તારીખ, સપ્ટેમ્બરમાં જ પતાવવું પડશે કામ
Farmers Benefits: ખેડૂતો માટે આવી ગયું મોટું અપડેટઆવક વધારવા માટે ભર્યું મોટું પગલું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube