નવી દિલ્લીઃ કોરોના કાળમાં લોકોમાં હવે પહેલાં કરતા વધુ સતર્ક અને સાવચેત રહેવા લાગ્યાં છે. એજ કારણ છેકે, પહેલાં કરતા વધારે મેડીક્લેઈમ લેવામાં આવ્યાં છે. અને તેની સામે મેડીક્લેઈમના દાવાએ પણ રેકોર્ડ સર્જ્યો છે. કોવિડને કારણે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમના આંકડા આ નાણાકીય વર્ષમાં અત્યારથી અત્યંત ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. 1 એપ્રિલ 2021થી લઈને અત્યાર સુધી કોવિડને કારણે થયેલ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ, પાછલા સમગ્ર નાણાકીય વર્ષમાં ફાઈલ થયેલ ક્લેઈમના 58 ટકાની આસપાસ પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ દાવામાં તેજ વૃદ્ધિ જોવા મળી રહી છે અને જો આવું જ રહ્યું તો આનાથી તેની બેલેન્સ શીટ પ્રભાવિત થઈ શકે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, 31 માર્ચ સુધીમાં આરોગ્ય વીમા કંપનીઓ સહિતની નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ કોવિડ 19ની સારવાર માટે 9.8 લાખ દાવા મેળવ્યા હતા, જેની કિંમત 14560 કરોડ રૂપિયા છે. 14 મે 2021 સુધીમાં આ આંકડો 22955 કરોડના 14.8 લાખ દાવાઓ પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ ક્રમશ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.


આનો અર્થ એ થયો કે નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 44 દિવસમાં કોવિડ દાવાની રકમ 8385 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં રોગચાળાના દાવાની 57 ટકા છે. ગયા વર્ષે આરોગ્ય વીમા કંપનીઓને પ્રીમિયમ દરમાં વધારો કરવાનો લાભ મળ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષના પહેલા ભાગમાં લોકડાઉનને ઓછા દાવા મળ્યા હતા અને મોટાભાગની સારવાર સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવી હતી. 


ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની તરફથી હાલમાં જ આવેલાં એક નિવેદન મુજબ ગયા વર્ષે પણ દાવાઓ પ્રાપ્ત થયા હતા પરંતુ બેલેન્સશીટ પ્રભાવિત થવાની અમને ચિંતા નહોતી. પરંતુ આ વર્ષે આ ચિંતા ઉભી થઈ છે. બજાજ એલીઆન્ઝના જણાવ્યા અનુસાર, કોવિડ મેડિકલેમ દાવાની સંખ્યામાં વધારો ટીઅર 2 અને ટાયર 3 શહેરોમાં જોવા મળી રહ્યો છે. બજાજ અલિયાન્ઝ એમ પણ કહે છે કે આ વખતે હોસ્પિટલમાં રહેવાનો સમયગાળો 9 દિવસથી ઘટાડીને 6 દિવસ કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube