ખરીદવાનો પ્લાન છે અલ્ટો, ઓમ્ની, જિપ્સી, ઇકો કે વેગનઆર ? તો વાંચી લો આ ખાસ કામના સમાચાર
મારુતિ સુઝુકીની જાણીતી કારો એક મહત્વના માપદંડમાં નિષ્ફળ સાબિત થઈ છે
નવી દિલ્હી : તાજેતરમાં મારુતિ સુઝુકીની કાર્સ પર થયેલા ક્રેશ ટેસ્ટનું પરિણામ આવી ગયું છે. નોંધનીય છે કે ભારતના નવા સેફ્ટી ક્રેશ ટેસ્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ કાર્સ પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં મારુતિ સુઝુકીની કુલ 15 મોડલ પર ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 9 મોડલ જ પાસ થઈ શક્યા છે. નવા સ્ટાન્ડર્ડ 1 ઓક્ટોબર, 2019થી ભારતની તમામ કારો પર લાગુ પડી જશે.
આ ક્રેશ ટેસ્ટમાં પાસ થયેલી કારના મોડલ્સમાં મારુતિ સેલિરિયો, ઈગ્નિસ, સ્વિફ્ટ ડિઝાયર, અર્ટિગા, વિટારા બ્રેઝા, બલેનો, સિયાઝ અને S-ક્રોસનો સમાવેશ થાય છે. મારુતિની ઓમ્ની, જિપ્સી, ઈકો, વેગનઆર અને અલ્ટો ક્રેશ ટેસ્ટમાં ફેલ થઈ છે. મારુતિ સુઝુકીના જે મોડલ્સ ફેઇલ થયા છે તેમની કારોને અપડેટ કરવી પડશે અથવા તો પછી તેનું વેચાણ બંધ કરવું પડશે.
મારુતિ સુઝુકીએ પોતે જ પોતાના હરિયાણાના રોહતકમાં આવેલા પ્લાન્ટમાં ક્રેશ ટેસ્ટ સેન્ટર બનાવ્યું છે. મારુતિ નવી અલ્ટો અને વેગનઆરને અપડેટ કરવા પર પહેલાથી કામ કરી રહ્યું છે. એવામાં એવી આશા રાખવામાં આવી રહી છે કે તેને નવા ક્રેશ સ્ટાન્ડર્ડ પ્રમાણે લોન્ચ કરવામાં આવશે. જ્યારે ઓમ્ની, ઈકો અને જિપ્સીને અપડેટ અંગે હાલ કોઈ ખબર નથી.