Credit Card બંધ કરાવતા પહેલાં જાણી લો આ વાત, નહીં તો થઈ જશે લાખના બાર હજાર...!
ક્રેડિટ કાર્ડ હોલ્ડરનો ક્રેડિટ સ્કોર સારો રહે છે. જો કોઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર પૈસાની કમી હોવાની કારણે બાકીની રાશિની ચૂકવણી કરવા અસમર્થ છે તો બેંકની સહાયતાથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરીને બાકીની રાશિ નવા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. કોરોના મહામારીના કારણે લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી દિલ્લીઃ ક્રેડિટ કાર્ડ હોલ્ડરનો ક્રેડિટ સ્કોર સારો રહે છે. જો કોઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર પૈસાની કમી હોવાની કારણે બાકીની રાશિની ચૂકવણી કરવા અસમર્થ છે તો બેંકની સહાયતાથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરીને બાકીની રાશિ નવા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. કોરોના મહામારીના કારણે લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા જીવનમાં પોતાનો ખર્ચ કાઢવા માટે લોકો ક્રેડિટ કાર્ડ (Credit Card)નો સહારો લેવો પડે છે. એવામાં ક્રેડિટ કાર્ડના બિલમાં પણ ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે અને સ્થિતિ સારી ન હોવાના કારણે લોકોને બિલ ચૂકવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક લોકો એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોવાના કારણે તેને સંભાળી નથી શકતા. તો કેટલાક યૂઝર્સ ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ નથી કરવા માંગતા એટલે તેને બંધ કરાવી દે છે. જાણકારોનું કહેવુ છે કે ક્રેડિટ કાર્ડને બંધ કરાવવાની પ્રક્રિયા ખૂબ જ આસાન છે. જેથી કાર્ડ હોલ્ડર બિનજરૂરી ચાર્જિસથી બચી શકે છે.
ક્રેડિટ કાર્ડને બંધ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવાનું જરૂરી:
જાણકારોનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્લાનિંગ કરી રહેલા લોકો માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. તમામ પ્રકારના બાકીનું ચૂકવણી કરવી જરૂરી હોય છે. કારણ કે બાકી નિકળતા નાણા પર વ્યાજ લગાવવામાં આવે છે અને જો તેને સમયસર ભરવામાં ન આવે તો દંડ પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડ હોલ્ડરનો ક્રેડિટ સ્કોર સારો રહે છે. જો કોઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર પૈસાની કમી હોવાની કારણે બાકીની રાશિની ચૂકવણી કરવા અસમર્થ છે તો બેંકની સહાયતાથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરીને બાકીની રાશિ નવા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.
ક્રેડિટ કાર્ડ બંધ હોવાથી ઓછો થઈ જાય છે ક્રેડિટ સ્કોર:
ક્રેડિટ કાર્ડ બંધ કે કેન્સલ કરાવતા રહેલા ક્રેડિટ કાર્ડને બંધ કે કેન્સલ કરાવતા પહેલા રિવોર્ડ પોઈન્ટની તપાસ જરૂર કરી લેવી જોઈએ. કાર્ડ હોલ્ડરે સમય રહેલા રિવૉર્ડ પોઈન્ટને રિડીમ કરી લેવા જોઈએ. જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડ કેન્સલ થવાના 45 દિવસની અંદર બચેલા રિવૉર્ડ પોઈન્ટ રિડીમ કરી શકાય છે. જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડ બંધ થવાના કારણે ક્રેડિટ સ્કોર ઓછો થઈ જાય છે. જાણકારોનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડ જેટલું જૂનું હશે સ્કોરમાં યોગદાન એટલું જ વધારે હશે. જણાવી દઈએ કે ક્રેડિટ સ્કોર ઓછો હોવાા કારણે લોન પર વધુ વ્યાજ દેવું પડી શકે છે.
જાણકારોનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડના કેન્સલેશન માટે અપ્લાઈ કર્યા બાદ કાર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ. કેન્સલેશનની પ્રક્રિયા દરમિયાન જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈ નવું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તો કેન્સલેશનની પ્રક્રિયા આગળ નહીં વધે. સાથે જ જરૂર પડે તો જ ક્રેડિટ કાર્ડના ઉપયોગની સલાહ આપવામાં આવે છે. પ્રમોશનલ ઑફર્સનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ. એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખવાથી બચવું જોઈએ.