શું તમે પણ Credit Card થી લેવડદેવડ કરો છો? તો તમારા માટે ખુબ જરૂરી છે આ બાબત
ક્રેડિટ કાર્ડના ફાયદા મેળવવા માટે, ક્રેડિટ કાર્ડના બિલિંગ ચક્રને સમજવું મહત્વપૂર્ણ છે. એકવાર તમે કાર્ડના બિલિંગ ચક્રને સમજી લો, પછી તમે તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરી શકશો. બિલિંગ ચક્ર એ સમયગાળો છે જેમાં ક્રેડિટ કાર્ડ બિલ જનરેટ થાય છે.
નવી દિલ્લીઃ નોટબંધી અને ત્યારે બાદ આવેલાં કોરોના કાળને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી ગયું છે. હવે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. અને એમાં કશુંય ખોટું પણ નથી, ઉલ્ટાનું એનાથી તમારા દરેક રૂપિયાનો તમે કરેલાં ખર્ચનો ચોખ્ખો હિસાબ તમારી પાસે રહે છે. અને તમારા ખાતામાં કેટલાં પૈસા પડ્યાં છે એ પણ સરળતાથી ધ્યાનમાં રહે છે. પરંતુ ડિજિટલ પેમેન્ટમાં પણ અલગ અલગ મોડ આવી ગયા છે. એમાંય જો તમે હજુ પણ કોઈ વસ્તુની લેવડદેવડ કે બિલના ચુકવણા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો આ બાબત તમારા માટે જાણવી ખુબ જ જરૂરી છે.
ક્રેડિટ કાર્ડના ફાયદા ઘણા છે, પરંતુ થોડી બેદરકારીને કારણે તે તમારા માટે સમસ્યા બની શકે છે. તમારા જીવનને આસાન બનાવનારા ક્રેડિટ કાર્ડ તમારા માટે માથાનો દુખાવો પણ બની શકે છે. એજ ક્રેડિટ કાર્ડ તમારી બેદરકારીને કારણે તમારા ઘરનું બજેટ પણ ખોરવી શકે છે. કારણકે, ક્રેડિટ કાર્ડની કંપનીઓ ધારકની ભૂલની રાહ જોઈને જ બેઠી હોય છે. જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ન ભરો તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.
ઘણા લોકો પાસે અલગ અલગ બેંકના એક કરતા વધારે ક્રેડિટ કાર્ડ હોય છે. ક્રેડિટ કાર્ડના આધારે તમે પૈસા વગર પણ સામાન ખરીદી શકો છો. અને કોઈને પણ ચૂકવણી કરી શકો છો.
ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને બિલ ચૂકવવા માટે 50 દિવસ સુધીનો સમય મળે છે અને તે પણ કોઈપણ વધારાના ચાર્જ અથવા વ્યાજ વગર. ક્રેડિટ કાર્ડના ફાયદા ઘણા છે, પરંતુ થોડી બેદરકારીને કારણે તે તમારા માટે સમસ્યા બની શકે છે. ક્રેડિટ કાર્ડના ફાયદા મેળવવા માટે, ક્રેડિટ કાર્ડના બિલિંગ ચક્રને સમજવું મહત્વપૂર્ણ છે. એકવાર તમે કાર્ડના બિલિંગ ચક્રને સમજી લો, પછી તમે તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરી શકશો. બિલિંગ ચક્ર એ સમયગાળો છે જેમાં ક્રેડિટ કાર્ડ બિલ જનરેટ થાય છે.
ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલને સમજો:
જો તમારું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ દર મહિનાની 10મી તારીખે જનરેટ થાય છે, તો બિલિંગ સાયકલ મહિનાની 11મી તારીખથી શરૂ થશે અને ચાલુ મહિનાની 10મી તારીખ સુધી ચાલુ રહેશે. તમારે બેંક પાસેથી જાણવું જોઈએ કે બિલિંગ સાયકલની વાસ્તવિક અવધિ કેટલી છે. કારણ કે બિલિંગ ચક્રનો સમયગાળો 27 દિવસથી 31 દિવસની વચ્ચેનો છે. ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અથવા બિલિંગ સ્ટેટમેન્ટ બિલિંગ સાયકલ અથવા બિલિંગ સમયગાળા દરમિયાન તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કર્યો છે સ્ટેટમેન્ટમાં તમારા બિલિંગ ચક્ર દરમિયાન કરવામાં આવેલા ટ્રાંજેક્શન, મિનિમમ એમાઉન્ટ ડ્યૂ, એમાઉન્ટ ડ્યૂ, ડ્યૂડેટ વગેરેની માહિતી હોય છે. ચુકવણીની નિયત તારીખના ત્રણ દિવસ સુધી ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાની તક હોય છે. આ પછી પણ જો તમે પેમેન્ટ ન કરો તો લેટ પેમેન્ટ વસૂલવામાં આવે છે. આ ચાર્જ ઘણો વધારે છે અને આ ચાર્જ આગામી બિલમાં એડ કરવામાં આવે છે.
તમે મિનિમમ ડ્યૂ ચુકવણી કરીને દંડ ટાળી શકો છો. ન્યૂનતમ રકમ કુલ બિલના 5 ટકા છે. આમાં માસિક હપ્તાની ચુકવણી અલગ છે. જો તમારા કોઈપણ સામાનની EMI 2000 રૂપિયા છે અને તમે આ સમયગાળા દરમિયાન 5000 રૂપિયાની કોઈ ખરીદી કરી છે, તો તમારે ઓછામાં ઓછા 5200 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, EMI રકમ વધારાની હશે. ઉદાહરણ તરીકે, જો ફોનની EMI દર મહિને 5000 રૂપિયા છે અને તમે તે મહિનામાં 10 હજારની ખરીદી કરી છે, તો ન્યૂનતમ રકમ 5500 રૂપિયા (5000 + 500) હશે.
એકવાર ક્રેડિટ કાર્ડ બિલ જનરેટ થઈ જાય, પછી તમને ચુકવણી કરવા માટે ત્રણ અઠવાડિયા મળે છે. જો તમે મિનિમમ ડ્યૂ ભરો છો, તો તમને મફત વ્યાજ સમયગાળાનો લાભ મળશે નહીં. જ્યાં સુધી સંપૂર્ણ ચુકવણી કરવામાં ન આવે ત્યાં સુધી તમને વ્યાજમુક્ત સમયગાળો મળશે નહીં. તે પછી દરેક ચુકવણી પર માસિક વ્યાજ લાગશે. જ્યાં સુધી તમે સંપૂર્ણ ચુકવણી ન કરો ત્યાં સુધી તમારે લાગુ પડતું વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે, તમે મિનિમમ ડ્યૂ ચૂકવીને દંડ અને લેટ પેમેન્ટ અને ચાર્જીસથી બચી શકો છો. ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં, તમે અત્યાર સુધી એકઠા થયેલા રિવોર્ડ પોઈન્ટની સ્થિતિ જોશો. અહીં તમે પાછલા ચક્રમાંથી મેળવેલ પુરસ્કાર પોઈન્ટની સંખ્યા, વર્તમાન બિલિંગ ચક્રમાં મેળવેલા પોઈન્ટ અને સમયસીમા સમાપ્ત થઈ ગયેલા પોઈન્ટ દર્શાવતું ટેબલ જોશો.
ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી કરતી વખતે, મળે છે ત્રણ વિકલ્પઃ
1) ટોટલ બિલની ચુકવણી
2) મિનિમમ રકમ
3) અંડર એમાઉન્ટ
જાણો પેમેન્ટ અંગેનો કાયદો શું કહે છે?
કાયદો કહે છે કે ક્રેડિટ કાર્ડ બિલ હંમેશા સમયની અંદર ચૂકવવું જોઈએ. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર સુધરે છે, તમારે વધારાનું વ્યાજ ચૂકવવું પડતું નથી અને સૌથી મોટો ફાયદો ટેન્શન ફ્રી રહેવાનો છે. જો તમે કોઈપણ કારણોસર આખું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં સક્ષમ ન હોવ, તો તમારે મિનિમમ ડ્યૂ ચૂકવવો આવશ્યક છે.