માછલી નહીં `શાન`ના શાકાલની જેમ મગર પાળવાની તૈયારી છે? તો ડોલરમાં થશે તગડી કમાણી
Crocodiles: આ ક્રોકોડાલ ફાર્મમાં મગરને દરેક પ્રકારની સુવિઘાઓ પૂરી પાડવામાં આવે છે તેમને પસંદ ખોરાક પાણી પૂરા પાડવામાં આવે છે તેનો ખર્ચ પણ ઘણો થાય છે. આ મગરોની મહેમાનવાજી કરવા પાછળનું કારણ પૈસા કમાવાનું છે. આ બચ્ચાં જ્યાં સુધી એડલ્ટ ન થાય ત્યા સુધી તેમને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
Crocodiles/ઝી બ્યૂરો, અમદાવાદઃ ખેતી આ શબ્દ સાંભળીને તમારા મનમાં અનાજ અને ખેતરોનું ચિત્ર ઉભું થશે પણ કેટલાક દેશ એવા છે જ્યાં અનાજ નહી પણ મગરમચ્છની ખેતી કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. લોકો મગરની ખેતી કરીને તેનાથી લાખો કરોડો રૂપિયા કમાય છે. અહીં મગરની ખેતી એટલે મગરના ઉછેર કરીને વેચાણની વાત છે. વિતેલા જમાનાની સુપરહિટ ફિલ્મ શાન તમને બધાને યાદ હશે. જેમાં શાકાલ નામનો ડોન હોય છે જે પોતાના ઝંઝીરામાં મગર પાળીને રાખતો હોય છે. માછલી નહીં 'શાન'ના શાકાલની જેમ મગર પાળવાની તૈયારી છે? તો તમે પણ કરી શકે છો ડોલરમાં તગડી કમાણી...
જો તમને કહેવામાં આવે કે મગરોની ખેતી કરવાથી અથવા તેમને ઉછેરવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકો છો, તો ચોક્કસપણે તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવશે કે, જાડી ચામડી અને ધારદાર દાંત ધરાવતો આ ઉભયજીવી પ્રાણી શેના માટે ઉપયોગી થઈ શકે છે? પરંતુ શું તમે જાણો છો, એકલા લ્યુઇસિયાનામાં જ એલિગેટર ફાર્મિંગ કરીને $60 થી $70 મિલિયન ડોલરનો બિઝનેસ કરે છે અને અત્યારે થાઈલેન્ડ મગર ફાર્મિગનો ગઢ માનવામાં આવે છે. અહી 12 લાખથી વધારે મગર છે.
કેવી રીતે થાય છે મગરની ખેતી?
મગરની ફાર્મિગ દરમિયાન કેટલાય કામ કરવામાં આવે છે. મગર ફાર્મિંગ માટે સૌથી પહેલાં કોઈ મોટા ફાર્મમાં તેના ઈંડાને એક સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક માદા મગરમચ્છ એકવારમાં 10થી 60 ઈંડા આપે છે. જે 80થી 90 દિવસ સુધી આ ઈંડાની જાણવણી કરવામાં આવે છે તેને યોગ્ય ટેમ્પરેચર આપવામાં આવે છે. જ્યારે આ ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે તો તેની સારસંભાળ રાખવામાં આવે છે અને તેને પાણીમાં છો઼ડવામાં આવે છે.
આ ક્રોકોડાલ ફાર્મમાં મગરને દરેક પ્રકારની સુવિઘાઓ પૂરી પાડવામાં આવે છે તેમને પસંદ ખોરાક પાણી પૂરા પાડવામાં આવે છે તેનો ખર્ચ પણ ઘણો થાય છે. આ મગરોની મહેમાનવાજી કરવા પાછળનું કારણ પૈસા કમાવાનું છે. આ બચ્ચાં જ્યાં સુધી એડલ્ટ ન થાય ત્યા સુધી તેમને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. તેમના વજનથી લઈને તેમને શું ખોરાક આપવો તેની નિયમીત ધ્યાન રાખવામાં આવે છે અને એડલ્ટ થયા પછી મગરને મારીને તેમનું સ્કિીન માંસ અને બીજા ભાગોને અલગ અલગ કરવામાં આવે છે. મગરના માંસને સ્ટોરેજ કરીને તેને બજારમાં સપ્લાઈ કરવામાં આવે છે. તેની સ્કિનને અલગ કરીને તેમાંથી જૂતા, બેગ, બેલ્ટ, જેકેટ જેવી અલગ અલગ વસ્તુઓ બનાવામાં આવે છે જેની માંગ બીજા દેશામાં વધુ છે.
મગરની ખેતીનો ઈતિહાસ શું છે?
માણસ પોતાના સ્વાર્થ માટે કેટલાય વર્ષોથી મગરમચ્છનો શિકાર કરી રહ્યા છે. તેની શરૂઆત નાર્થ અમેરિકાથી થઈ હતી. પહેલાં વિશ્વયુધ્ધ પછી 1865ની વચ્ચે મગરના સ્કિનથી બનેલા જૂતા, બેગ અને બેલ્ટ જેવા પ્રોડક્ટ ડિમાન્ડમાં હતા. એ વખતે માંગ એટલી વધી અમેરીકાના ઘણા કારખાનમાં મગરના શિકાર કરીને તેને પ્રોસેસ કરવામાં આવતા. બીજા વિશ્વયુધ્ધ પછી તેની માંગ એટલી વધી કે અમેરિકા ,ઓસ્ટ્રેલિયા, સાઉથ એશિયા અને પ્રશાંત મહાસાગરના કેટલાક દ્રીપ પર આના કારખાના ખોલવામાં આવ્યા અને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આની માંગમાં વધારો થયો હતો. અત્યારે થાઈલેન્ડને મગરમચ્છ ફાર્મિગનો ગઢ માનવામાં આાવે છે. જે મગરમચ્છની સ્કીનથી બનેલા પ્રોડક્ટ મોટા પ્રમાણમાં સપ્લાઈ કરે છે. સ્કિન્સની માંગને કારણે મગરની ખેતીએ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. સ્કિન બાદ મગરનું માંસ પશ્ચિમી દેશોમાં પણ લોકપ્રિય બન્યું અને વર્તમાન સમયમાં આ બિઝનેશ એટલો વધી ગયો છે કે તેનું ફાર્મિંગ કરવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે આ બિઝનેસમાં નફો જ નફો છે. આ બિઝનેસ માટે ખૂબ વિશાળ જગ્યા કાયદાકીય મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ આ બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે પણ એનિમલ લવર માટે આ ખૂબ જ દુખની વાત છે કે મગરમચ્છનું માંસ, બ્લડ અને ચામડી માટે તેમને મારી નાખવામાં આવે છે.