₹1 શેર છ મહિનામાં 172 રૂપિયા પર પહોંચ્યો, 1 લાખના બની ગયા 1 કરોડ રૂપિયા
Penny Stock: આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે પોતાના ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. આ સ્ટોકે છ મહિનામાં પોતાના ઈન્વેસ્ટરોને 10 હજાર ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
Penny Stock: આમ તો પેની સ્ટોકમાં દાવ લગાવવો જોખમ ભર્યો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે ઈન્વેસ્ટરોને ઓછા સમયમાં ચોંકાવનારૂ રિટર્ન આપ્યું છે. રિટર્ન પણ એવું કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય. અમે વાત કરી રહ્યાં છીએ શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ (Sri Adhikari Brothers Television Network Ltd share) ના સેરની. આ સ્ટોકે છ મહિનામાં પોતાના ઈન્વેસ્ટરોને 10,000% થી વધુ રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમતમાં જોરદાર વધારો થયો છે. આવો ડિટેલ જાણીએ..
6 મહિનામાં 10,000% વધી ગયો શેર
BSE પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડના શેર છ મહિના પહેલા માત્ર 1 રૂપિયા પર હતા અને હવે વર્તમાનમાં 172.25 રૂપિયા પર પહોંચી ગયા છે. આજે સોમવાર 3 જૂને આ શેરની કિંમતમાં 2 ટકાનો વધારો થયો છે અને તે 172.25 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેનો મતલબ છે કે જો કોઈ ઈન્વેસ્ટરે છ મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 1 કરોડથી વધુનો ફાયદો થયો હોત.
આ પણ વાંચો- 12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
સતત આપી રહ્યો છે છપ્પરફાડ રિટર્ન
શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડના સ્ટોકે આ વર્ષે YTD માં અત્યાર સુધી 5,758.62% નું રિટર્ન આપ્યું છે. વર્ષ દરમિયાન આ સ્ટોકે 11,226.67% ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 1.55 રૂપિયા હતી. પાંચ વર્ષમાં તેણે 4,754.29% ટકાનું રિટર્ન આપ્યું છે. તેનો 52 વીકનો હાઈ 172.25 રૂપિયા છે. તેને કંપનીએ આજે 3 જૂને ટચ કર્યો છે. તો કંપનીના શેરની 52 વીક લો પ્રાઇઝ 1.26 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 437.05 કરોડ રૂપિયા છે.