11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયા

Multibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
Crorepati Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દેનાર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. અમે વાત કરી રહ્યાં છીએ શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ (Sri Adhikari Brothers Television Network Limited) ના શેરની. શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટરર્ક લિમિટેડના શેરમાં છેલ્લા કેટલાક સેશન્સથી સતત તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર સતત 2 ટકા વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધી શેરમાં આશરે 11,000% નો વધારો થયો છે. આ દરમિયાન શેર 2.90 રૂપિયાથી વધી વર્તમાન પ્રાઇઝ 319.78 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે 7 મહિનામાં 1 લાખનું રોકાણ વધી 1 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ઈન્વેસ્ટરોને થયો મોટો ફાયદો
શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડના શેર છેલ્લા છ મહિનામાં 45 ટકા વધી ગયા છે. છેલ્લા છ મહિનામાં આ શેરમાં 8,427.47% ટકાનો વધારો થયો છે. આ દરમિયાન તે 3.75 રૂપિયાથી વધી વર્તમાન પ્રાઇઝ સુધી વધી ગયો છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 23,587.41% વધી ગયો છે. એક વર્ષમાં આ શેર 1.35 રૂપિયાથી વધી વર્તમાન કિંમત સુધી પહોંચ્યો છે. પાંચ વર્ષમાં આ શેર 14 હજાર ટકા ઉપર ગયો છે. તેની 52 વીકની હાઈ પ્રાઇઝ 319.78 રૂપિયા છે અને 52 વીકની લો પ્રાઇઝ 41.25 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 811.38 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચોઃ 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ
કંપનીનો કારોબાર
શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ એક ભારતીય ટેલીવિઝન નેટવર્ક કંપની છે, જેનું મુખ્યાલય મુંબઈમાં છે. 1994માં સ્થાપિત શ્રી અધિકારી બ્રધર્સ ટેલીવિઝન નેટવર્ક લિમિટેડ એક મીડિયા કંપની છે અને તે વિવિધ પ્રસારકો, એગ્રીગેટર્સ અને સેટેલાઇટ નેટવર્ક માટે કન્ટેન્ટ પ્રોડક્શન અને કન્ટેન્ટના સિન્ડિકેશનના ક્ષેત્રમાં કામ કરે છે.