Crorepati Stock: 1980 માં આ કંપનીના ખરીદ્યા હોત 100 શેર તો આજે બની ગયા હોત ₹3,000 કરોડના માલિક
Crorepati Stock: 1980 માં વિપ્રોના શેરનો ભાવ 100 રૂપિયા હતો. તે સમયે કંપનીના 100 શેર ખરીદ્યા હોત તો આજે 3000 કરોડ રૂપિયાના માલિક હોત. આ ગણતરી તે અનુમાન પર છે કે આ દરમિયાન ન કોઈ શેર ખરીદવામાં કે વેચવામાં આવ્યા હોય.
Crorepati Stock: દિગ્ગજ આઈટી કંપની Wipro Ltd ના શેર મંગળવાર (3 ડિસેમ્બર) એ ચર્ચામાં રહી. કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી હતી, જેની આજે એક્સ ડેટ હતી. તેના કારણે કંપનીના શેર ફોકસમાં રહ્યાં. પાછલા સત્રમાં 584 રૂપિયાના ભાવ પર બંધ થયેલો શેર આજે બોનસ બાદ 291.80 રૂપિયા પર બંધ થયો છે. મહત્વનું છે કે કંપનીએ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી.
Wipro Stock Wealth Creation
IT Stock વેલ્થ બનાવનાર કેટલાક શેરમાં સામેલ છે. કંપની હંમેશા પોતાના ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ, બોનસ અને સ્ટોક સ્પ્લિટનો ફાયદો આપતી રહી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો કોઈ ઈન્વેસ્ટરે દાયકાઓ સુધી આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં રાખ્યો હશે તો તે આજે હજારો કરોડના માલિક હશે.
1980માં વિપ્રોના શેરનો ભાવ 100 રૂપિયા હતો. તે સમયે કોઈએ કંપનીના 100 શેર ખરીદ્યા હોત તો તે આજે 3000 કરોડ રૂપિયાનો માલિક હોત. આ ગણતરી તે અનુમાન પર છે કે આ સમયગાળા દરમિયાન શેર ન વેચવામાં આવ્યા હોય અને ન ખરીદવામાં આવ્યા હોય. બસ 1980માં 100 શેર 10,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. તો આ દ્રષ્ટિએ કંપનીએ છેલ્લા 44 વર્ષમાં અનેકવાર બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ કર્યો છે. જેની ગણતરીના આધાર પર 1980ના તે 100 શેર આજે ડિસેમ્બર 2025માં 5.12 કરોડ શેર બની ગયા છે. આ દ્રષ્ટિએ શેરની કિંમત 3000 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
ગણતરી
2 ડિસેમ્બર, 2024 (સોમવારઃ) બજાર બંધ થવા પર વિપ્રોના એક શેરનો ભાવ (Wipro Share price)આશરે 584 રૂપિયા હતો.
કુલ શેરનો ભાવ 584 રૂપિયા × 5,12,00,000 શેર = 29,90,08,00,000 રૂપિયા.
1980માં 10 હજાર રૂપિયા લગાવનારની 2021માં કુલ વેલ્યૂ 2990 કરોડ રૂપિયા હોત.
વર્ષ | ક્યારે શું થયું? | કેટલા શેર? |
1980 | 100 રૂપિયા (રોકાણ શરૂ) | 100 |
1981 | 1:1 બોનસ | 200 |
1985 | 1:1 બોનસ | 400 |
1986 | 1:10 શેર સ્પ્લિટ | 4,000 |
1987 | 1:1 બોનસ | 8,000 |
1989 | 1:1 બોનસ | 16,000 |
1992 | 1:1 બોનસ | 32,000 |
1995 | 1:1 બોનસ | 64,000 |
1997 | 2:1 બોનસ | 1.92 લાખ |
1999 | 1:5 શેર સ્પ્લિટ | 9.6 લાખ |
2004 | 2:1 બોનસ | 28.8 લાખ |
2005 | 1:1 બોનસ | 57.6 લાખ |
2010 | 2:3 બોનસ | 96 લાખ |
2017 | 1:1 બોનસ | 1.92 કરોડ |
2019 | 1:3 બોનસ | 2.56 કરોડ |
2024 | 1:1 બોનસ | 5.12 કરોડ |