Crorepati Tips: આજના સમયમાં ઘણા લોકો એવા છે જે મોટી કંપનીઓમાં કામ કરી સારી કમાણી કરી રહ્યાં છે, તેમ છતાં એક મોટો વર્ગ એવો છે જેના માટે 1 કરોડ ખુબ મોટી રકમ હોય છે. 25થી 30000 રૂપિયા કમાનારને જો તમે કરોડપતિ બનવાનું કહેશો તો લગભગ તે વિશ્વાસ ન કરી શકે. પરંતુ જો સાચી દિશામાં નાણાકીય પ્લાનિંગ કરી લેવામાં આવે તો આજના સમયમાં કરોડપતિ બનવું એટલું મુશ્કેલ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સમયમાં રોકાણના એવા તમામ સાધન છે, જેના દ્વારા ઓછો પગાર મેળવનાર લોકો પણ કરોડપતિ બનવાનું સપનું સાકાર કરી શકે છે. Mutual Funds SIP તેમાંથી એક છે. અહીં જાણી કઈ રીતે મહિને 30 હજારની કમાણી કરનાર પણ કરોડપતિ બની શકે છે.


કેમ SIP નફાનો સોદો
Mutual Funds SIP માર્કેટ લિંક્ડ સ્કિમ છે, તેથી તેમાં રિટર્નની ગેરંટી તો નથી હોતી, પરંતુ સ્ટોકમાં સીધી રીતે પૈસા લગાવવાની તુલનામાં જોખમ ઓછું હોય છે. એક્સપર્ટ્સ લોન્ગ ટર્મમાં તેનું એવરેજ રિટર્ન 12 ટકાની આસપાસ માને છે, જે કોઈ અન્ય સ્કીમની તુલનામાં ખુબ વધુ છે. ઘણીવાર તેનાથી સારા રિટર્નની તક પણ હોય છે. કમ્પાઉન્ડિંગને કારણે મ્યૂચુઅલ ફંડમાં લોન્ગ ટર્મમાં ઝડપથી પૈસા વધે છે. તેથી આજના સમયમાં લોકો તેને નફાનો સોદો માને છે અને મોટા ભાગના એક્સપર્ટ તેને પોર્ટફોલિયોમાં સામેલ કરવાની વાત કરે છે.


આ પણ વાંચોઃ ગુજરાતના આ શાહી પરિવાર પાસે છે ટાટા સન્સનો એક શેર, જેઆરડી ટાટાએ આપ્યો હતો ગિફ્ટ


30,000 કમાનાર પણ બનશે કરોડપતિ
હવે વાત મુદ્દાની, આખરે 30,000 ના પગારથી કરોડપતિ કઈ રીતે બની શકીએ? તેનો જવાબ છે કે તમારે તે માટે 50-30-20 નો નિયમ ફોલો કરવો પડશે અને તમારી કમાણીની 20 ટકા રકમ એસઆઈપીમાં લગાવવી પડશે. 30,000 ના 20 ટકા 6000 રૂપિયા થશે. જો તમે 6000 રૂપિયા દર મહિને એસઆઈપીમાં રોકો તો તમે 24 વર્ષમાં કરોડપતિ હશો.


તેવામાં 24 વર્ષમાં તમે કુલ 17,28,000 રૂપિયાનું રોકાણ કરશો. 12 ટકા પ્રમાણે તેના પર 83,08,123 રૂપિયાનું વ્યાજ બનશે. આ રીતે તમે 24 વર્ષમાં 1,00,36,123 કરોડ રૂપિયાના માલિક હશો. સમયની સાથે તમારી આવક પણ વધશે, તે પ્રમાણે તમે તમારૂ રોકાણ પણ વધારી શકો છો અને 24 વર્ષ પહેલા કરોડપતિ બની શકો છો.