Petrol-Diesel Price Today, 18 October: દિવાળી નવરાત્રિના તહેવારો પર પેટ્રલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. પરંતુ આ રાહત થોડા સમય માટે જ રહેવાની છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કાચા તેલની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જ્યારે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે. છેલ્લા 18 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈંધણના ભાવમાં ન તો ઘટાડો થઈ રહ્યો છે અને ન તો વધી રહ્યો છે, પરંતુ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થિતિ તંગ! ગાઝા હોસ્પિટલ પર રોકેટથી હુમલો, 500ના મોત, ચારેબાજુ વિક્ષત લાશોના અંબાર


આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત 1.79 ટકાના વધારા સાથે 91.51 ડોલર પ્રતિ બેરલ છે. આ સિવાય WTI ક્રૂડની કિંમત 2.07 ટકાના વધારા સાથે $88.45 પ્રતિ બેરલ પર છે.


Cyclone Tej : ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ, તેજ પણ બિપોરજોયની જેમ તબાહી લાવશે


ક્યાં કેટલો બદલાયો છે ભાવ?
IOCLની વેબસાઈટ અનુસાર, મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 46 પૈસાનો ઘટાડો થયો છે. આ સિવાય યુપીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ 21 પૈસાનો ઘટાડો થયો છે.


ટીમ ઈન્ડિયા જ જીતશે વર્લ્ડ કપ! 2023માં 1983 જેવા જ બની રહ્યા છે આ 7 ગજબના સંયોગ


આજે પેટ્રોલ-ડીઝલના ભાવ


  • >> દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર

  • >> મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

  • >> કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

  • >> ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.34 પ્રતિ લીટર


બાગેશ્વર બાબા તો અદભૂત છે! અંબાજીમાં માર્બલની ખાણોમાંથી કેવી રીતે પથ્થર નીકળે છે તે


દરરોજ 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે ભાવ
દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરવામાં આવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.


દિવાળી પહેલાં જ ધનવાન બનશે આ 4 રાશિના લોકો, નવેમ્બરમાં રાતોરાત ચમકશે કિસ્મતનો તારો


તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.