Crude Oil price Today: અમેરિકાથી ભારત સુધી સારા સમાચાર આવી રહ્યા છે. હવે પેટ્રોલ-ડીઝલન ભાવ જલદી જ ઘટી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં ફરી એકવાર 100 રૂપિયાથી નીચે જશે. જોકે ક્રૂડના ભાવમાં મોટો ઘટાદો આવ્યો છે. ક્રૂડમાં ઘટાડાનો ફાયદો ઓઇલ કંપનીએ સામાન્ય ગ્રાહકોને આપવો જોઇએ. સોમવારે કારોબારમાં ક્રૂડ ઓઇલનો ભાવ  (Crude Oil price today) 4 ટકા સુધી તૂટી ગયો. ક્રૂડના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાથી સ્પષ્ટ ઇશારો મળી જાય છે કે આગામી દિવસોમાં ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price today) ઘટશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં કેટલો આવ્યો ક્રૂડમાં ઘટાડો?
આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ચાલુ છે. બ્રેંટ ક્રૂડના ભાવ 68 ડોલર ની નીચે સરકી ગયા છે. તો બીજી તરફ  WTI ક્રૂડનો ભાવ 65 ડોલર નીચે પહોંચી ગયો છે. ડેલ્ટા વેરિન્ટના કારણે ડિમાન્ડને લઇને ચિંતા છે, જેના લીધે ક્રૂડ ઓઇલમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં ક્રૂડમાં 9% નો ઘટાડો આવ્યો છે. 9 મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. MCX ક્રૂડની વાત કરીએ તો ત્યાં પણ ભાવમાં નબળાઇ છે. MCX ક્રૂડ 4,900 રૂપિયાની નીચે સરકી ગયો છે. ક્રૂડમાં સોમવારે 4% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 

Gujarat માટે માઠા સમાચાર, રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત, ચિતાના વાદળો છવાયા


પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું?
દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને એપાર કરી ચૂક્યા છે. ચીનમાં નબળી આર્થિક વૃદ્ધિ, કોરોના વાયરસના વધતા જતા કેસ અને ઓપેક+ના ઉત્પાદનમાં વધારાની ચિંતાઓના લીધે ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં ઘટાડો જોવા મળ્યો છે. તેનો સીધો ફાયદો ઘરેલૂ બજારમાં પણ જોવા મળશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesel price) 5 રૂપિયા સુધી ઓછા થઇ જશે. 

Gold Price Today, 09 August 2021: 10 હજારથી પણ વધુ સસ્તુ થયું સોનું! 4 મહિનાના નીચલા સ્તર પર પહોંચ્યો ભાવ


5 રૂપિયા સુધી સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ રિસર્ચ) અનુજ ગુપ્તાના અનુસાર ક્રૂડ ઓઇલના ઉત્પાદન (Crude Oil production) વધારાથી આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ 65 ડોલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. જો આમ થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. બ્રેંટ ઓઇલ (Brent Crude) ના 65 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે પહોંચતા જ પેટ્રોલ-ડીઝલ 4 થી 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube