નવી દિલ્હીઃ વિશ્વભરમાં મંદીની આશંકા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. ક્રુડ ઓયલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે તે 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે. પાછલા કારોબારી દિવસમાં ત્રણ મહિનાના નિચલા સ્તરે પહોંચ્યા બાદ પણ ગુરૂવારે તેની કિંમતમાં ઘટાડો થયો છે. ક્રુડની કિંમતો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ મહિનાના નિચલા સ્તરે ભાર
એક રિપોર્ટ પ્રમાણે ક્રુડ ઓયલના ભાવમાં ઘટાડાને કારણે લગભગ તે ત્રણ મહિનાના નિચલા સ્તરે પહોંચી ગયા છે. ગુરૂવારે શરૂઆતી કારોબારમાં તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. તેનું કારણ છે કે સંભવિત વૈશ્વિક મંદીની આસંકા વચ્ચે તેલની માંગને લઈને ચિંતા વધી ગઈ છે. બ્રેન્ટ ક્રુડ LCOc1 વાયદા 71 સેન્ટ ઘટી 99.98 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું. WTI ક્રુડ CLc1 વાયદા 62 સેન્ટ તૂટી 97.91 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. 


આ પણ વાંચોઃ તમારી પાસે થોડી ઘણી પણ જગ્યા હોય તો આ વૃક્ષ વાવો, 1 કરોડ સુધી કમાવી આપશે!


ઉત્પાદન અને વેચાણની ચિંતા વધી
આ પહેલા મંગળવારે WTI ક્રુડમાં 8 ટકા અને બ્રન્ટ ક્રુડમાં 9 ટકાનો ઘટાડો થયો હતો. એસપીઆઈ એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ પાર્ટનર સ્ટીફન ઇનેસે કહ્યુ કે, ઉત્પાદન અને વપરાશ વિશે નવી જાણકારીઓ અને ચિંતાઓને કારણે તેલની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. બજારના સૂત્રો પ્રમાણે બુધવારના આંકડા જણાવે છે કે પાછલા સપ્તાહે અમેરિકી કાચા તેલના સ્ટોકમાં લગભગ 3.8 મિલિયન બેરલની વૃદ્ધિ થઈ છે. જયારે ગૈસોલીનનો સ્કોર 1.8 મિલિયન બેરલ ઘટ્યો છે. 


આ પણ વાંચોઃ Gold price today: સતત બીજા દિવસે સોનાના ભાવ ગગડ્યા, જાણો શું છે લેટેસ્ટ રેટ


પેટ્રોલ-ડીઝલ પર આ રીતે થાય છે અસર
રશિયા અને યુક્રેન યુદ્ધ સરૂ થયા બાદ કાચા તેલની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ દરમિયાન ક્રુડની કિંમત વર્ષ 2008ના પોતાના ઉચ્ચ સ્તર 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ કિંમતમાં ઘટાડો થયો અને હવે 100 ડોલરથી નિચે કિંમત પહોંચી ગઈ છે. નિષ્ણાંતો અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તર પર જો કાચા તેલની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 50થી 60 પૈસા વધી જાય છે. આ રીતે જો ક્રુડના ભાવમાં ઘટાડો થાય તો પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube