નવી દિલ્હી: એર ઇન્ડીયા ખાણી-પીણીની વ્યવસ્થામાં સંપૂર્ણપણે ફેરફાર કરવા જઇ રહ્યું છે. ગરમીઓમાં એર ઇન્ડીયાની ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓને ગ્રીન સલાડના બદલે દહી અને ભાત પીરસવામાં આવશે. આ ઉપરાંત બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરનારને 24 કલાક કોફીની સુવિધા મળશે. જાણિતી ભારતીય દુકાનની મિઠાઇની સાથે જ ફ્રૂટ જ્યૂસના બદલે જલજીરા પીરસવામાં આવશે. આ વ્યવસ્થાને એર ઇન્ડીયા દ્વારા 1 એપ્રિલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં શરૂ કરવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 એપ્રિલથી બંધ થઇ શકે છે તમારું TV, 31 માર્ચ સુધી જરૂર પતાવી દો આ કામ


સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યા છે ફેરફાર
દેશની ઉડ્ડયન કંપનીએ મુસાફરીને ફ્રાઇડ ભોજનના બદલે ઉપમા અને પૌંઆ ચાની સાથે પીરસવામાં આવશે. એર ઇન્ડીયાના અધિકારીઓએ જણાવ્યું કે આ ફેરફાર ટ્રેડીશનલ ઇન્ડીયન ટચ આપવા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. ઉડ્ડયન કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે અમારું ધ્યાન સારી ક્વોલિટીની સાથે સારો સ્વાદ અને તેને પીરસવાની રીત પર છે. નવા મેન્યૂમાંથી ફ્રાઇડ (તળેલી) આઇટમને અલગ કરવામાં આવશે અને તેને ફક્ત નાસ્તામાં જ પીરસવામાં આવશે.

Bajaj Auto એ ઉતારી આ કિક સ્ટાર્ટ મોટરસાઇકલ, જાણો કેટલી છે કિંમત


આ ઉપરાંત મુસાફરોને મુસાફરી દરમિયાન ફળ પીરસવાનો નિર્ણય પણ ઉડ્ડયકંપની દ્વારા લેવામાં આવ્યો છે. એર ઇન્ડીયએ ઉડાન દરમિયાન મેન્યૂમાં ફેરફાર પર પહેલા ફ્લાઇટ ક્રૂ પાસેથી સલાહ માંગી હતી. કારણ કે મુસાફરોને ભોજન પીરસવાનું કામ ક્રૂ મેંબર કરે છે અને તેમને મુસાફરોની પસંદ-નાપસંદનો આઇડીયા રહે છે. નવા ફેરફારને પાયલોટ પ્રોજેક્ટ તરીકે 1 એપ્રિલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં શરૂ કરવામાં આવી રહી છે. 

સેટ ટોપ બોક્સ બદલ્યા વિના બદલાઇ જશે કેબલ ઓપરેટર, જલદી શરૂ થશે આ નવી સર્વિસ


ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરોની પ્રતિક્રિયા મળ્યા બાદ તેને સ્થાનિક ઉડાનોમાં પણ શરૂ કરવાની આશા છે. તમને જણાવી દઇએ કે એર ઇન્ડીયા દર વર્ષે પોતાની કેટરિંગ સર્વિસ પર 800 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. હવે ક6પની પોતાના મેન્યૂમાં બે વર્ષ બાદ ફેરફાર કરવા જઇ રહી છે. આ પહેલાં કંપનીએ સ્થાનિક ઉડાન દરમિયાન નોન-વેજ પર પ્રતિબંધ લગાવ્યો હતો.