Bank Fraud: તમારા ખાતામાંથી ઉડી ગયા છે પૈસા? પૈસા પાછા લેવા તરત કરવું પડશે આ કામ
નવી દિલ્લીઃ જેમ જેમ ટેક્નોલોજીનો વપરાશ વધી રહ્યો છે તેમ તેમ છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, તમે થોડી સતર્કતા રાખો તો બચી શકો છો. જો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉડી ગયા છે તો તેને તમે પરત મેળવી શકો છો. આ આર્ટિકલમાં જાણો આખી પ્રક્રિયા. ડિજિટલાઈઝેશનના આ યુગમાં બધુ આંગળીના ટેરવા પર છે. શોપિંગ કરવી હોય કે પછી બેંકમાં ટ્રાન્ઝેક્શન બધુ એક ક્લિક પર થાય છે. જો કે, આ સુવિધાની સાથે સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ખાસ કરીને બેંકમાંથી પૈસા બારોબાર ઉપડી જવાની ફરિયાદો વધી છે. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યા છે એ પ્રોસેસ જેનાથી તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
1. તરત બેંકને જણાવો-
જો તમે બેંકિંગ ફ્રોડનો શિકાર થયા છો તો, તરત જ તમારી બેંકને જણાવો. તમે ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય અને પૈસા કપાયા હોય તો તરત પગલાં લેવા જરૂરી છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના અનુસાર, આ મામલે કાર્યવાહી થઈ શકે છે. પરંતુ ત્યારે જ જ્યારે તમે તરત તમારી બેંકના માહિતી આપો છો.
2. ત્રણ દિવસમાં કરો ફરિયાદ-
જો તમે સાયબર ફ્રોડ કે બેંકિંગ ફ્રોડનો શિકાર થયા છો અને તમારા ખાતામાંથી પૈસા ઉડી ગયા છે તો, 3 દિવસની અંદર ફરિયાદ કરો. આ માટે તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો અથવા તો https://www.cybercrime.gov.in/ પર ઑનલાઈન ફરિયાદ કરી શકો છો.
3. પૈસા આવી શકે છે પાસે-
જો તમે સમયસર તમારી સાથે છેતરપિંડી થઈ છે તે મામલે પગલાં લો છો, તો તમને તમારા પૈસા પાછા મળી શકે છે. તમને કોઈ નુકસાન નહીં થાય અને 10 દિવસમાં જ રિફંડ મળી જશે. જો તમે છેતરપિંડીનો શિકાર થયા છો તો તેને છુપાવો નહીં. તરત પગલાં લો અને ફરિયાદ કરો.
4. આ નંબર રાખો યાદ-
સાયબર ફ્રોડથી થયેલા ફાયનાન્સિયલ નુકસાનથી બચવા માટે એક રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તમે 155260 પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો. આ સુવિધા અત્યારે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા સાત રાજ્યોમાં ઉપલબ્ધ છે. એક રિપોર્ટ મેંકે અનુસાર એપ્રિલ 2009 થી સપ્ટેમ્બર 2019 સુધીમાં 1 લાખ 17 હજાર લોકોને 615.39 કરોડનું નુકસાન થયું છે.